હરિયાણા હાઈકોર્ટે અનામત પર સ્ટે લગાવ્યા પછી ગુજરાતના સવર્ણ સમાજને કઈ રીતે ઈબીસી મળશે?

શનિવાર, 28 મે 2016 (11:38 IST)
પંજાબ-હરિયાણા હાઇકોર્ટે ગઈ કાલે જાટ સમુદાયને અપાયેલા અનામત પર સ્ટે લગાવ્યો હતો. હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે વિધાનસભામાં ખરડો પસાર કરીને આ અનામતની જોગવાઈ કરી હતી છતાં હાઈકોર્ટે તેની સામે સ્ટે આપી દીધો છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાતના સવર્ણો માટે જાહેર કરેલી 10 ટકા આર્થિક અનામત પર પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)એ પ્રશ્ન ઉઠાવ્યો છે. પાસના મહિના કન્વીનર ગીતાબેન પટેલ અને કોરકમિટીના સભ્ય દિનેશ બાંભણીયાએ ગુજરાત સરકારના તમામ પ્રતિનિધિનોને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે, હરિયાણા હાઈકોર્ટના ચુકાદા પછી ગુજરાતના સવર્ણ સમાજને કઈ રીતે ઈબીસી મળશે?

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, આપશ્રીને ખબર છે કે, ઇબીસી અનામતની ભારતના બંધારણમાં જોગવાઇ નથી અને અમે પણ અનેક વખત આ બાબતે આપને જણાવી ચુક્યા છીએ. છતા પણ આંદોલનના વેગને ધીમો પાડવા માટે ઇબીસીની જાહેરાત કરી અને શા માટે સવર્ણ સમાજને મુર્ખ બનાવ્યો તે સમજાતું નથી?
પત્રમાં બંને કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા હરિયાણા રાજસ્થાનમાં આપવામાં આવેલ આર્થિક અનામત ગેર બંધારણીય હોય અને જે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈ શકે તેમ ના હોય તે જાણવા છતા ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવી અને આપવામાં આવેલ ઇબીસસીની સરકારના કોઈ પ્રતિનિધિ દ્વારા હરિયાણા હાઈકોર્ટના ચુકાદા પછી ગુજરાતના સવર્ણ સમાજને કઈ રીતે ઇબીસી મળશે. તેનો સ્પષ્ટ જવાબ વિવરણ સાથે આપવામાં આવેલ નથી. જેથી કરીને પાસ દ્વારા પીટાદાર સમાજને બંધારણીય રીતે એમનો હક મળે તેવી કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.

વેબદુનિયા પર વાંચો