સેલવાસમાં તોફાન, સામસામા ધોકા અને પથ્થરોનો મારો

બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (16:10 IST)
ગઈ કાલે સેલવાસમાં નગરપાલિકાની ચુંટણીમાં ભગવો લહેરાયા પછી વિજય સરઘસ કઢાયું હતું. આ પછી સ્થાનિક લોકોમાં તોફાન ફાટી નીકળ્યું હતું. ઉશ્કેરાયેલા લોકોએ એક-બીજા પર પથ્થરો અને ધોકાનો મારો કરતાં અફરા-તફરી મચી ગઈ હતી. જેને કારણે પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, ગઈ કાલે સેલવાસમાં થયેલી ચુંટણીના પરિણામો જાહેર થતાં ભાજપનો વિજય થયો હતો. કુલ 15 સીટોમાંથી 11 ભાજપના ફાળે અને 4 કૉંગ્રેસના ફાળે ગઈ છે. આ નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી કૉંગ્રેસનું શાસન હતું.
નોંધનીય છે કે, તાજેતરની જિલ્લા પંચાયતની ચુંટણીમાં સેલવાસ જિલ્લા પંચાયતની ચુંટણીમાં કૉંગ્રેસનો વિજય થયો હતો. જોકે, નગરપાલિકા કૉંગ્રેસને ગુમાવવી પડી છે અને મોહન ડેલકરના શાસનનો અંત આવ્યો છે

વેબદુનિયા પર વાંચો