સુરેન્દ્રનગર પાણી પાણી..

વેબ દુનિયા

શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 (22:27 IST)
ગુજરાતના જુદાજુદા ભાગોમાં ભારે વરસાદ યથાવત જારી રહેતા પુરની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો ન હતો. સુરેન્દ્ર નગર જિલ્લાના લખતર તાલુકામાં લોકોની હાલત હજુ પણ કફોડી બનેલી છે. 4500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતાં. હજારો લોકો પણ હજી રાહત કર્યકરો ત્યા પહોચે તેની રાહ જોઈ રહ્યા છે.

શુક્રવારે સવારથી રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં મુશળાધાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેના પગલે જિલ્લા વહીવટી તંત્રને બચાવ કામગીરી માટે આર્મીના હેલીકોપ્ટરોની મદદ લેવાની ફરજ પડી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર જે.ડી.ભાડે જણાવ્યુ હતું, કે અસર ગ્રસ્તો સુધી ફૂડ પેકેટ પહોચાડવામાં આવી રહ્યા છે. તેમજ આ સ્થિતિ પર ટૂંક સમયમાં જ કાબૂ મેળવી લેવાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ્ના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. લખતર વિસ્તરમાં છેલ્લા 24 કલાકમાં 478 મીમી અથવા તો 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી સમગ્ર પંથક ટાપૂમાં ફેરવાઈ ગયુ છે.

વેબદુનિયા પર વાંચો