સુરત: બિલ્ડીંગની છત પડતા બે બાળકો,એક મહિલાનુ મોત

બુધવાર, 30 એપ્રિલ 2014 (12:25 IST)
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં સ્લેબ તૂટી પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘોડદોડ રોડ પર આવેલા કોટક હાઉસની ગલીમાં કનૈયા પેલેસ નામની બિલ્ડીંગ સ્લેબ તૂટી પડતાં બે બાળકો અને મહિલા સહિત કુલ ત્રણના મોતના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય લોકો દટાયાની આશંકા સેવવમાં આવી રહી છે. મૃતકોમાં એક મહિલા અને ચાર માસના બાળકનુ સ્લેબના તૂટી પડવાથી  મોત થયુ છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 મળતી માહિતી મુજબ, ઘોડદોડ રોડ, કોટક બેંક પાસે આવેલા કનૈયા પેલેસમાં કામ ચાલી રહ્યું હતુ. તે દરમ્યાન એકાએક પાંચમાં માળનો સ્લેબ તુટી પડતા ત્રણ બાળકો તથા મહિલા સ્લેબ નીચે દબાયા હતા. આ અંગે જાણ કરાતા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાઈડ્રોલીકની મદદથી ફાયરના જવાનોએ પાંચમાં અને ચોથા માળે ફસાયેલા લોકોને બહાર કાઢયા હ્તા અને બાદમાં સ્લેબને ધીરે ધીરે તોડી બાળકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાય હતી.

ફાયરમાં જવાનોએ સ્લેબને તોડીંને બે બાળકો તથા એક મહિલાને ઉગારીને તાત્કાલિક 108 દ્વારા નવી સીવિલ હોસ્પીટલમાં ખસેડયા હતા. જ્યાં એક બાળક તથા મહિલાનુ સારવાર દરમ્યાન કરુણ મોત નીપજયુ હતુ.
 

વેબદુનિયા પર વાંચો