સુરત પેટચૂંટણી : સૂરતની ખાલી પડેલી બેઠક માટે ભાજપ તરફથી પુર્ણેશ મોદી

શુક્રવાર, 15 નવેમ્બર 2013 (11:55 IST)
P.R
સુરત પશ્રિમ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે.અને તેમા પણ ખાસ કરીને જે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવા જઇ રહી છે તે વર્ષોથી ભાજપનો ગઢ છે. જેને લઇને પશ્ચિમ વિધાનસભાની બેઠકના ઉમેદવાર તરીકે ભાજપમાંથી કોને ટિકિટ આપવી તે માટે ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. જેમા 38 મૂરતીયાઓમાંથી પ્રદેશ ભાજપા દ્રારા શહેર પ્રમુખ પુર્ણેશ મોદીની પંસદગી પર મહોર લગાવવામા આવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી હજુ કોઇ ઉમેદવારનું નામ જાહેર કરવામાં નથી આવ્યુ. 16 નવેમ્બર ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. જ્યારે કે 4 ડિસેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન થશે.

2013 - ડિસેમ્બર માસમા પશ્રિમ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે પેટાચુંટણીનુ આયોજન હાથ ધરવામા આવ્યુ છે. જેને લઇને દાવેદારોને સાંભળવા માટે ત્રણ પ્રદેશ નિરીક્ષકો વિજય રૂપાણી, મંગુભાઇ પટેલ અને ભાવના દવે સુરત આવ્યા હતા. શહેર ભાજપ કાર્યાલય પર પ્રદેશ નિરીક્ષકો ટિકિટના દાવેદારોને સાંભળવાની શરૂઆત કરી હતી. પહેલા પશ્ચિમ વિધાનસભાની બેઠકમાં આવતા વોર્ડના હોદ્દેદારોને ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટરોને અને ધારાસભ્યોને એક પછી એક સાંભળ્યા હતા. તેમાં પણ વોર્ડના હોદ્દેદારો રજૂઆત કરવા જાય ત્યારે વોર્ડના તમામ હોદ્દેદારો એકસાથે જ બોલાવ્યા હતા.

ખાલી પડેલી બેઠક માટે 38 જેટલા મુરતિયાઓ લાઇનમા ઉભા હતા. જેમા આજરોજ ગાંધીનગર ખાતે ચર્ચા વિચારણા કર્યા બાદ સુરતની પશ્રિમ વિધાનસભાની બેઠક માટે શહેર પ્રમુખ પુર્ણેશ મોદીની પંસદગી કરવામા આવતા કાર્યકરોમા કહી ખુશી કહી ગમની લાગણી ફેલાઇ હતી.

ઉલ્લેખનીય છે કે ખાલી પડેલ બેઠક માટે દાવેદારી નોંધાવનારાઓને એક પછી એક સાંભળવાને બદલે 20 જેટલા દાવેદારોને એક સાથે જ બોલાવીને તેઓના બાયોડેટા લઇ લેવામા આવ્યા હતા. જેને લઇને દાવેદારો પોતાની રજૂઆત નિરીક્ષકો સામે રજૂ કરે તે પહેલા જ પાણી ફળી વળતા અંદરોઅંદર કચવાટ પેદા થયો હતો.

વેબદુનિયા પર વાંચો