સુરતમાં ગણપતિબાપાનો શાહી ઠાઠ, સવા લાખ હીરાનો શણગાર

ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (09:59 IST)
દેશમાં ગણપતિ બાપાની ભાવભક્તિ સાથે અર્ચના થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં સુરતના વરાછામાં વર્ણીરાજ સોસાયટીમાં ગણપતિ બાપ્પાનું શાહી સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં લગભગ 1 લાખ 11 હજાર 111 હીરાથી ગણપતિબાપાની મૂર્તિનો શણગાર કરાયો છે. આયોજકોએ આ અંગે કહ્યું હતું કે ગણપતિ બાપાની માટીની પ્રતિમા ઉપર સૂંઢ, બાજુબંધ, હાર, કાન પર રજવાડી કૂંડળ, સહિતના શણગારમાં સવા લાખ જેટલા ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય ઓરીજનલ મોતીના લાડુ બનાવવામાં આવ્યાં છે. મૂર્તિને શણગારવા માટે સોસાયટીમાં જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીની મહિલાઓએ  શણગાર    કર્યો હતો.  સ્થાનિકોએ જણાવ્યું હતું કે દસ દિવસ સુધી અહીં બે ટાઈમ આરતી કરવામાં આવે છે.  સોસાયટીમાં આઠ એપાર્ટમેન્ટ છે.   10 દિવસ સુધી બાપ્પાના સ્થાપન પાસે જ બેટી બચાઓ બેટી પઢાઓના સંદેશો, સત્યનારાયણ ભગવાનની કથા, રક્તદાન- અંગ દાન અંગેની જાગૃતિ લોકોમાં ફેલાવવામાં આવી રહી છે.
 

વેબદુનિયા પર વાંચો