સીતા વિનાનું રામ-લક્ષ્મણનું એકમાત્ર મંદિર, ચામડીનો રોગ દુર કરતા ગરમ-ઠંડા પાણીના કુંડ

શનિવાર, 20 ઑગસ્ટ 2016 (14:10 IST)
ખેડા જીલ્લો એટલે પુરાતન કાળનું હેડંબા વનનો એક ભાગ, આ જંગલ વિસ્તારમાં કેટલાય ઋષીઓ તપ કરી ધન્ય થયા છે તો રામાયણ અને મહાભારત કાળમાં રામ અને પાંડવોએ અહીં ઘણો સમય વિતાવી  ચમત્કારિક દેવસ્થાનો બનાવ્યા હતા.  જ્યાં આજે પણ ચમત્કાર જોવા મળે છે, આવી જ એક જગ્યા એટલે કઠલાલ તાલુકાનું લસુન્દ્રા ગામ અહીં સીતાહરણ બાદ સીતાજીની શોધ કરતા કરતા ભગવાન રામ અને લક્ષ્મણ આવી પહોચ્યા હતા અને સર્ભાવ ઋષિના આશ્રમમાં રોકાયા હતા. આ ઋષિ કોઢના રોગથી પીડાતા હોઈ ભગવાન રામે બાણના પ્રહારથી ગરમ પાણીની છોડો વહેવડાવી તેમાં ઋષિને સ્નાન કરાવી રોગ મુક્ત કર્યા હતા આજે પણ આ ગરમ કુંડમાં સ્નાનથી રોગીઓના રોગ દુર થાય છે તો પુરા ભારતમાં એક માત્ર રામજી અને લક્ષ્મણનું મંદિર છે જેમાં સીતાજી નથી. આજે પણ ગરમ પાણીના ૯ અને ઠંડા પાણીના કુંડ છે સાથે રોગમુક્ત થયેલ સર્ભાવ ઋષિએ અહીં રામ અને લક્ષમણનું મંદિર બનાવ્યું હતું, જે આજે પણ અહીં જોવા મળે છે જયારે રામ અને લક્ષમણ બે ભાઈઓનું માતા સીતા વિનાનું આ એક માત્ર મંદિર છે, અહીંના ગરીબ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે આ ગરમ કુંડ, અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓ દર શનિ અને રવિવાર સહીત ધાર્મિક તહેવારોના દિવસોમાં અહીંના કુંડમાંથી, અહીં આવેલ યાત્રાળુઓને ગરમ તથા ઠંડા પાણી પોતાની ડોલમાં કાઢી નાહવાની વ્યવસ્થા કરી આપે છે. બદલામાં તે યાત્રાળુઓ આ માસુમોને રોકડ આપે છે, આ રૂપિયા ભેગા કરી આ ગરીબ વિદ્યાર્થીઓ પોતાની પુસ્તકો ,નોટબુક અને શૈક્ષણિક ચીજવસ્તુ ઓ લાવે છે.

વેબદુનિયા પર વાંચો