સાબરકાંઠાને નર્મદાનું પાણી મળશે

બુધવાર, 11 ફેબ્રુઆરી 2009 (16:32 IST)
ગુરૂવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હિંમતનગર ખાતે સાંબરકાંઠા જિલ્લાની જનતા માટે ખૂબજ મહત્વની નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાનું લોકાપર્ણ કરશે.

પાણી પુરવઠા મંત્રી નિતીનભાઇ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ લોકાપર્ણ કાર્યક્રમ અન્વયે જિલ્લાના પાંચ તાલુકાના 271 ગામો અને 3 શહેરોના કુલ છ લાખથી વધુ લાભાર્થી વસતિને નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન પાણી પુરવઠા યોજના દ્વારા શુધ્ધ અને સલામત પાણી મળશે.

વેબદુનિયા પર વાંચો