સાધ્વી ઋતુંભરાએ બીજેપીને ગૌ હત્યા મામલે રાજનીતિ નહી કરવા માટે ચેતવણી આપી

સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (16:34 IST)
સાધ્વી ઋતુંભરાએ બીજેપીને ગૌ હત્યા મામલે રાજનીતિ નહી કરવા માટે ચેતવણી આપી હતી. સાધ્વીએ જણાવ્યું હતું કે, જો ગૌ હત્યા મામલે રાજનીતિ કરશે તો બિહાર જેવી જ હાલત યુપીમાં થશે. સાધ્વી ઋતુંભરાએ ગૌ માસના નિકાસ રોકવા પરસોતમ રૂપાલા સાથે પણ મુલાકાત કરી હતી. અને ગૌ હત્યા અટકાવવા માટે સમગ્ર દેશમાં કડક કાયદો બનાવવો જોઇએ અને આ કાયદમાં મૃત્યુ દંડની સજાની પણ જોગવાઇ હોવી જોઇએ તેવી માંગ કરી હતી.

બિહારમાં બીજેપી ગૌ માસને મુદ્દો બનાવ્યો હતો, જેના લીધે તેની બિહારમાં હાર થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે તેને લઇને સાધ્વીએ બીજેપીને ચેતવણી આપી હતી.

ગૌ હત્યા વિરોધના સંમ્મેલનમાં અમદાવાદ આવેલા સાધવી ઋતુંભરાએ શનિ મંદિર વિશે બોલતાં કહ્યું કે, પરંપરાઓ બદલવી જોઈએ. ઋતુંભરાએ મહિલાઓને સલાહ આપી કે જીદ્દ કરવી હોય તો સ્ત્રી ભૃણ હત્યા રોકવા માટે કરો નહી કે મંદિરમાં પ્રવેશ માટે. શનિ શિંગણાપુરમાં મહિલાઓ પૂજા ન કરી શક્તિ હોવાથી ભૂમાતા બ્રિગેડની 400 મહિલાઓ શનિ મંદિરમાં પૂજા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું પોલીસે તેમને આગળ જતા અટકાવી હતી. આ વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક મહિલાએ શનિ દેવની શિલાને તેલ ચડાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો