સાંસદનું પદ બચાવવાના નારણભાઇ સુપ્રીમમાં

શનિવાર, 23 એપ્રિલ 2016 (14:27 IST)
સાંસદ પદ બચાવવા માટે અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ હવે સુપ્રિમ કોર્ટના શરણે થયા હતા.  સાંસદ નારણ કાછડિયાએ આજે અમરેલી સેસન્સ કોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. નારણ કાછડિયાને અમરેલી  સેસન્સ કોર્ટ દ્વારા ત્રણ વર્ષની  જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ કાછડિયાએ  સેસન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. કાછડીયાની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે સાંસદને વચગાળાની રાહત આપતા તેમને સજા ભોગવવા સામે સ્ટે આપ્યો હતો. પરંતુ તેમની સજા રદ કરવામાં આવી ન હતી. 

જો નારણ કાછડિયા સામેના આરોપો સાબિત થાય તો તેમની સાંસદ તરીકેનું સભ્ય પદ જોખમમાં મુકાઇ  શકે તેમ છે.કાછડિયાએ પોતાનું સાંસદ પદ બચાવવા માટે સુપ્રિમનું શરણું લીધુ હતું. સુપ્રિમ કોર્ટમાં જો કાછડિયા સામેના આરોપો સાબિત થશે તો તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવશે. 

નારણ કાછડિયાએ પોતાને થયેલી સજા રદ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જો કાછડિયાના આરોપો સાબિત થાય તો તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવશે. ત્યારે પોતાનું સાંસદ પદ બચી જાય તે માટે કાછડિયાએ આજે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાંસદ નારણ કાછડિયાને એક ડોક્ટરને માર મારવાના કેસમાં અમરેલી સેસન્સ કોર્ટે દોષિત ઠેરવીને ત્રણ વર્ષ જેલની સજા ફટકારી હતી. નારણ કાછડિયા સામે એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, સેસન્સ કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટે સાંસદને સજા કાપવા માટે સ્ટે મુકવામાં આવ્યો હતો. પંરતુ કોર્ટે તેમની સેસન્સ    કોર્ટે ફટકારેલી સજા હાઇકોર્ટે યથાવત રાખી હતી.

વેબદુનિયા પર વાંચો