સસપેંડ સંજીવ ભટ્ટની સુનાવણી પર રોક

શુક્રવાર, 20 એપ્રિલ 2012 (17:54 IST)
P.R
સુપ્રીમ કોર્ટે ગુજરાત કેડરના સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ કોર્ટની સુનાવણી પર શુક્રવારે રોક લગાવી દીધી છે. આ નિર્ણય ચોક્કસપણે સંજીવ ભટ્ટ માટે મોટી રાહત અને મોદી સરકાર માટે મોટા આંચકારૂપ માનવામાં આવે છે.

જસ્ટિસ આફતાબ આલમ અને જસ્ટિસ રંજના દેસાઈની ખંડપીઠે ભટ્ટ વિરુદ્ધ સુનાવણી પર ત્યારે રોક લગાવી દીધી, જ્યારે તેમણે કોર્ટને કહ્યું કે તેમની વિરુદ્ધ લગાવાયેલા તમામ આરોપો મનઘડત અને રાજકીય દુર્ભાવનાથી પ્રેરીત છે.

સંજીવ ભટ્ટ પર 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્ય સરકારની કથિત નિષ્ક્રિયતા સંદર્ભે પોતાના સરકારી વાહન ચાલક પર કોર્ટમાં ખોટું નિવેદન આપવાનું દબાણ કરવાનો આરોપ છે.

સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર ખોટું એફિડેવિટ કરવાના મામલામાં ખોટી રીતે કેદ કરવાનો અને પુરાવા ઉભા કરવાનો આરોપ લગાવાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર વર્ષ 2002ના રાજ્યમાં થયેલા ભીષણ રમખાણોમાં સામેલ રહેવાનો આરોપ લગાવ્યા બાદ સંજીવ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો