શુ હવે પ્રધાનમંત્રીને પદ પર રહેવાનો અધિકાર છે ખરો ? - મોદી
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2012 (11:14 IST)
P.R
. 2જી બાબતે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 122 લાઈસેંસ રદ્દ કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પ્રધાનમંત્રી મનમઓહન સિંહ પર નિશાન સાધતા કહ્યુ કે દેશના લોકો પૂછવા લાગ્યા છે કે પ્રધાનમંત્રીને પોતાના પદ પર કાયમ રહેવુ જોઈએ કે નહી. પોતાના સદ્દભાવના ઉપવાસના અવસર પર એક સભાને સંબોધિત કરતા મોદીએ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો હવાલો આપ્યો, જેમા કહ્યુ કે 2જી સ્પેક્ટ્રમ વહેંચણીને કારણે રાજસ્વને 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયુ અને કહ્યુ કે આ રાશિનો ઉપયોગ ગરીબોની ભલાઈમાં થઈ શકતો હતો.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહને દિલ્હીની ગાદી છોડવાનો પડકાર કરતાં જણાવ્યું કે, ટેલીકોમ કૌભાંડના સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ ફેસલા પછી સત્તા ઉપર રહેવાનો કોઇ જ અધિકાર નથી. આઝાદ હિન્દુસ્તાનના ૬૦-૬પ વર્ષોમાં આટલા મોટા ભ્રષ્ટાચારના કાંડ કોઇએ જોયા નથી. રૂ. એક લાખ ૬પ હજાર કરોડના કૌભાંડો સર્વોચ્ચ અદાલતે કેન્દ્રની સરકારના મંત્રી ચિદમ્બરમ પર આરોપ ટ્રાયલ કોર્ટમાં ચલાવવાના આદેશ કર્યા તેમ છતાં કેન્દ્રની સરકાર માત્ર ચિદમ્બરમને બચાવવાની કોશિષ જ નથી કરતી પણ આ ટેલીકોમ કૌભાંડમાં લૂંટ કરનારા એવા લોકો છે જેને બચાવીને પોતાના પગ નીચે રેલો આવે તેનાથી બચવા માંગે છે. મનમોહનસિંહે દિલ્હીની ગાદી છોડવી જ જોઇએ એવી સંમતિ ઉપસ્થિત જનતા પાસેથી મેળવી હતી.
મુખ્ય મંત્રીએ રૂ. ર૧૬પ કરોડના નવા વિકાસ આયોજનોની જાહેરાત કરી હતી. નર્મદા કેનાલના જળસંપત્તિના આયોજન માટે રૂ. ૩૪પ૬ કરોડના કામો તો અલગ છે, એમ જણાવ્યું હતું