શાળાઓમાં પ્રવેશ આપવાના બહાને વાલીઓના ઇન્ટરવ્યુ અને રુપિયા માંગવામાં આવે છે

સોમવાર, 24 નવેમ્બર 2014 (13:14 IST)
રાઈટ ટુ એજ્યુકેશન કાયદાનો અમલ કરવા સુપ્રીમ કોર્ટે સીધી સૂચના આપી હોવા છતાં જાણીતી શાળાઓમાં પ્રવેશ આપવાના બહાને માસૂમ ભૂલકાં તથા તેમના વાલીઓના ખુલ્લેઆમ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે.આ પ્રથાનો વિરોધ કરનારાઓના અવાજને ડામી દેવા પોલીસને પણ હાથા બનાવાઈ રહ્યા છે.

શહેરમાં આવેલી સ્કૂલમાં ગત શનિવારે શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છુક માસૂમ બાળકો અને તેમના વાલીઓને પ્રવેશ આપવાના બહાને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. આ શાળા દ્વારા વિવિધ પ્રકારના હેડ નીચે ઊંચી ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. કેન્દ્રીય શાળાઓ હોવાથી રાજ્ય શિક્ષણખાતું કોઈ પગલાં ભરી શકે તેમ નથી તેવી દલીલ પણ કરાઈ રહી છે.

શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી ઊંચી ફી તેમજ ડોનેશન પ્રથા સામે શિક્ષણાધિકારી કચેરીને આવેદનપત્ર અપાશે તેમજ આર. ટી. ઈ.નો ભંગ કરનાર શાળાઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો