વિસ્મય કેસ સોમવારે

ગુરુવાર, 9 જુલાઈ 2015 (14:37 IST)
ચકચારી હિટ એન્ડ રન કેસની વિગત એવી છે કે, તા. ર૪-૦ર-ર૦૧૩ના રોજ જજીસ બંગલો રોડ ઉપર પુરઝડપે પસાર થતી બીએમડબલ્યુ કારે બે બાઇકસવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ્ પ્રેમભાઇ દવે (સાગર એપાર્ટમેન્ટ, બોડકદેવ, વસ્ત્રાપુર), રાહુલ ઘનશ્યામભાઇ પટેલ (શુભ લાભ સોસાયટી, ઘાટલોડિયા) બાઇકસવારનાં મોત થયાં હતાં. આ ઘટનામાં બીએમડબલ્યુ કાર હંકારતો વિસ્મય ઘટનાસ્થળેથી અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે આ મુદ્દે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં વિસ્મય વિરુદ્ધમાં સઅપરાધ મનુષ્ય વધ( ૩૦૪ પાર્ટ ૨)મોટર વિહિકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી.આ ગુનામાં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.  પોલીસે કરેલી તપાસ ઉપર સવાલો ઊભા થતા તા. ર૭-૦ર-ર૦૧૩ના રોજ વિસ્મય શાહ નાટ્ય ઢબે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ૧૩ મહિનાથી વિસ્મય જેલમાં બંધ હતો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ર૦૧૪માં તેને જામીન આપ્યા હતા. ૧ર વખત કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. ત્યારબાદ તેને જામીન મળ્યા હતા. આ કેસમાં પોલીસે તા. ૧ર-૦૪-ર૦૧૩ના રોજ ચાર્જશીટ ફાઇલ કરી હતી. અને ૩૧-૦૧-ર૦૧પએ ફરીથી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ ફાઇલ કરી હતી. કેસમાં ૩3 જેટલા સાક્ષીઓ અને પંચો છે. રપ જેટલા ડોક્યુમેન્ટ્રી પુરાવાઓ છે. જેમાં એફએસએલ રિપોર્ટ, ગાડીની સ્પીડ રિપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસે બે નજરે જોનાર સાક્ષીઓ લલિત ગુપ્તા અને દિનેશ ચૌધરીનાં નિવેદનો લીધાં હતાં. તે બંને નજરે જોનાર સાક્ષીઓ કોર્ટ સમક્ષ પોતાની જુબાનીથી ફરી જતાં તેઓ હોસ્ટાઇલ જાહેર થયા છે. સવા બે વર્ષ પછી આ કેસનો આજે મીરજાપુર કોર્ટમાં ચુકાદો આવે તેવી શક્યતા છે.  

દરમિયાનમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં સરકાર તરફથી હાજર રહેતા વકીલ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પણ મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ત્રિવેદીની છેલ્લા છ મહિનાથી તેમની સરકારી વકીલ તરીકેની ટર્મ પૂરી થઇ ગઈ છે. જાન્યુઆરીની 31મી તારીખે પ્રવીણ ત્રિવેદીની સરકારી વકીલ તરીકેની ટર્મ પૂરી થઇ ગઇ છે.છતાંય તેઓ છેલ્લા 6 મહિનાથી સરકારી વકીલ તરીકેની કામગીરી કરી રહ્યા છે. કાયદા વિભાગ દ્વારા તેમની ફરી નિમણૂક કરવામાં આવી નથી.
ગુજરાત સરકારે 18 માર્ચના 2009ના રોજ લીગલ ડિપાર્ટમેન્ટને નોટિફિકેશન દ્વારા ઇસ્યુ કરેલા ધ લો ઓફિસર્સ એપોઇન્ટમેન્ટ એન્ડ કંન્ડિશન્સ ઓફ સર્વિસ ગવર્નમેન્ટ રુલ્સ પ્રમાણે કોઇપણ સરકારી 

વેબદુનિયા પર વાંચો