'વિધ્નહર્તા'ની ર્મૂતિઓને પણ નડયો મંદી-મોંઘવારીનો માર

શનિવાર, 7 સપ્ટેમ્બર 2013 (12:17 IST)
P.R
મોંઘવારી અને મંદીનો માર વચ્ચે ગણેશ ઉત્સવ માટે સ્થાપિત કરાતી ર્મૂતિઓની માંગમાં ઘટાડો થતા ગણેશજીની ર્મૂતિઓની બનાવી પેટિયુ રળતા પરિવારની હાલત કફોડી બની ગઈ છે. પરિવારના મોભી ડુંગરભાઈ જણાવે છે કે ગણેશજીની ર્મૂતિ બનાવવા માટે પરિવારના દસ સભ્યો છેલ્લા ચાર મહિનાથી આ કામમાં લાગી જાય છે. ર્મૂતિઓ બનાવવા માટે ગાંધીધામ અને જયપુરથી કાચો માલ તેમજ મૂર્તિઓ મંગાવવામાં આવે છે પરંતુ મોંઘવારી વધતા કાચો માલ અને ડીઝલ ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ભાડુ મોંઘુ બન્યુ છે. ત્રણ મહિનાથી ર્મૂતિઓની ઓર્ડર મળવાનુ ચાલુ થઈ જાય છે ગ્રાહકોના ઓર્ડર મુજબ પ૦૦થી લઈ ર૦,૦૦૦ સુધીની મૂર્તિઓ બનાવવામાં આવે છે. જેમાંથી દર વર્ષે પચાસ જેટલી ર્મૂતિઓનું વેચાણ કરવામાં આવે છે. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મોઘવારી વધતા વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

દેવાધિદેવ મહાદેવના પુત્ર વિઘ્નહર્તા વિનાયકને વધાવવા માટે નગરજનો સજ્જ થઈ ગયા છે. સોમવારે ગણેશ ચતુર્થીના દિને ઠેરઠેર ગણપતિની સ્થાપના કરવાના વૈવિધ્યસભર આયોજનો કરવામાં આવ્યા છે. નાના-મોટાં સૌ મળી કુલ આશરે સાડાં ત્રણથી ચાર હજાર જેટલાં ગણેશોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં અડધો ફૂટથી માંડી ૧૯ ફૂટની ઉંચાઈના ગણપતિની મૂર્તિ ભગવાન શિવની આરાધના પર્વ સમાન શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણજન્મને વધાવ્યા બાદ ગજાનન ગણપતિ દેવને વધાવવા માટે ભાવિકો અધીરા બન્યા છે. શહેરમાં મોટા મંડળો અને સંસ્થાઓ તથા શેરીના યુવક મંડળો દ્વારા થતાં આયોજનોમાં પ્રતિવર્ષ વધારો થતાં આ વર્ષે આશરે હજારથી બારસો જેટલાં મોટાં આયોજનો કરવામાં આવ્યા છે. જ્યારે ઘેર-ઘેર થતી ગણપતિની આરાધનાઓમાં પણ વધારો થતાં આશરે અઢી-ત્રણ હજાર ભાવિકો પોતાના ઘરે ગણપતિ લાવશે. આ માટે ૧૮ થી ૧૯ ફૂટ સુધીની ઉંચાઈની વધુમાં વધુ દોઢથી બે લાખ રુપિયાની ડાયમંડ અને વિશિષ્ટ શણગાર ધરાવતી ગણપતિની ર્મૂિત ખાસ નાસિક અને પૂનાથી લાવવામાં આવી હોવાનું આયોજકો જણાવે છે. આ તમામ આયોજનોમાં દરરોજ વિઘ્નહર્તા દેવની પૂજા, અર્ચના, મહાઆરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. તદુપરાંત, સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો