વાદળિયું વાતાવરણ

મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (16:31 IST)
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના લોકો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ દરરોજ વાદળિયું વાતાવરણ જોવા મળે છે પરંતુ છૂટાછવાયા ઝાપટાંને બાદ કરતાં સારા વરસાદની એકાદ મહિનાથી ગેરહાજરી છે. હવે આગામી તા.3 અને 4ની આસપાસ સૌરાષ્ટ્રમાં મોટાભાગના સ્થળોએ સારો વરસાદ થાય તેવું અનુમાન હવામાન ખાતાના જાણકારો કરી રહ્યા છે.
ગઈકાલે રાજ્યના 62 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાંથી 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર તાલુકાના બોડેલી ખાતે 50 મીમી જેટલો થયો છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના કપડવંજ, મહેમદાબાદ, માતર, આણંદ જિલ્લાના તારાપુર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી, જેતપુર તાવી, મહિસાગર જિલ્લાના કડાણા, દાહોદ જિલ્લાના ધનપુરા, સુરત જિલ્લાના ચોયર્સિી, સુરત, ઓલપાડ સહિતના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાંથી 2 ઇંચ વરસાદ થયો છે

વેબદુનિયા પર વાંચો