વડોદરા ખાતે બાબા રામદેવનું સ્પષ્ટીકરણ

સોમવાર, 28 એપ્રિલ 2014 (14:36 IST)
આજે વડોદરા ખાતે યોગ શિબિર માટે ગુજરાતમાં આવેલા બાબા રામદેવે એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે લખનૌ ખાતે રાહુલ ગાંધીને નિશાને લેતાં આપેલાં નિવેદનનું સ્પષ્ટીકરણ કર્યું હતું. જેમાં બાબા રામદેવે કહ્યું હતું કે હનીમુન શબ્દ પ્રયોગનો અર્થ અલગ કાઢવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી જે ગરીબોનો ઉપયોગ માર્કેટીંગ માટે કરે છે. તેની સામે વિરોધ હતો. પરંતુ તેનાથી જો કોઈને ઠેસ પહોંચી હોય તો હું ખેદ પ્રગટ કરું છું.

રામદેવે લખનૌ ખાતે રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી દલિતોની વસ્તીમાં હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે. જો કે ત્યારબાદ બાબા રામદેવ સામે લખનૌ ખાતે ફરિયાદ થવા પામી હતી. આજે વડોદરા ખાતે તેમણે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આ વિવાદાસ્પદ નિવેદન બાદ સ્પષ્ટતા કરી હતી.

વેબદુનિયા પર વાંચો