લાખનાં બાર હજારઃ ૨૧ કરોડના ખર્ચે બનેલા સ્ટેડિયમનું 22 ૨૧ કરોડના ખર્ચે રિનોવેશન

ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (15:25 IST)
સુરત મહાનગર પાલિકાએ ૧૭ વર્ષ પહેલાં બનાવેલું ઈન્ડોર સ્ટેડિયમને રીપેરીગ કરી નવું બનાવવાનો ખર્ચ તેને બનાવવા માટે થયેલા ખર્ચ કરતાં પણ વધી ગયો છે. પાલિકાએ ૧૭ વર્ષ પહેલાં અઠવાલાઈન્સ વિસ્તારમાં રૃા. ૨૧ કરોડના ખર્ચે ઈન્ડોર સ્ટેડિયમ બનાવ્યું હતું. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી સ્ટેડિયમમાં અનેક મેઈન્ટેનન્સ આવતાં સ્ટેડિયમ બંધ કરીને સંપુર્ણ રિનોવેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૭ વર્ષ પહેલાં ૨૧ કરોડના ખર્ચે બનેલા ઈન્ડોર સ્ટેડિયમને હાલમાં ૨૨ કરોડના ખર્ચે રિનોવેશન શરૃ કરવામાં આવ્યું છે. સંભવતઃ નવરાત્રી પહેલાં આ સ્ટેડિયમને નવા રંગરૃપ આપવામાં આવે તેવી કવાયત સુરત પાલિકા કરી રહી છે.

સુરત શહેરના રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે સુરત મહાનગરપાલિકાએ અઠવાલાઈન્સ વિસ્તારમાં ઈન્ડોર સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય કરાયો હતો. સ્ટેડિયમ બનાવવા માટે આયોજન કરાયું ત્યારે સૌથી પહેલાં ૧૧ કરોડ રૃપિયાના ખર્ચનો અંદાજ હતા. પરંતુ ત્યારબાદ સ્ટેડિયમ તૈયાર થયું ત્યારે તેનો ખર્ચ ૨૧ કરોડ પર પહોંચી ગયો હતો. ૧૯૯૮માં ઈન્ડોર સ્ટેડિયમ ૨૧ કરોડના ખર્ચે મુંબઈની પટેલ કંસ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામા આવ્યું હતું.

સુરત પાલિકાએ ઈન્ડોર ્સ્ટેડિયમ બનાવ્યું ત્યારથી ઈન્ડોર સ્ટેડિયમ અને વિવાદ સિક્કાની બે બાજુ જેવા બની ગયાં છે. રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે ૨૧ કરોડના ખર્ચે ઈન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતુ. આ સ્ટેડિયમનું ૧૯૯૮માં લોકાપર્ણ કરાયું હતું તેના દોઢ વર્ષ બાદ એટલે કે વર્ષ-૨૦૦૦માં સ્ટેડિયમમાં નેશનલ વોલીબોલની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ત્યારથી અત્યાર સુધી આ સ્ટેડિયમમાં રમતગમત ઓછી અને મનોરંજનની ઈવેન્ટ ઘણી થઈ ગઈ છે.

છેલ્લા ત્રણેક વર્ષથી સ્ટેડિયમની છતમાં અનેક તિરાડ પડી હતી જેના કારણે ચોમાસામાં બીમના જોઈન્ટમાંથી વરસાદી પાણી સ્ટેડિયમમાં આવતું થયું હતું. જેના કારણે અનેક ભયસ્થાન દેખાતા નવી ટેકનોલોજીથી કોંક્રીટની છતની જગ્યાએ એલ્યુમ્યુનિયમ પેનલ મુકી છત પરથી વજન ઓછું કરવા સાથે આધુનિક પધ્ધતિથી સ્ટેડિયમને રીપેરીંગ કરવાનો નિર્ણય કરાયો હતો.
હાલમાં આર.સી.સી. સ્ટ્રકચર અને બીમ-કોલમ રીપેરીંગની કામગીરી શ્રીપદ કોન કેમ પ્રા.લી. એજન્સી કરી રહી છે. જ્યારે રૃફની કામગીરી રૃફ એજન્સી પ્રા.લિ કરી રહી છે. આ બન્ને કામગીરી માટે સુરત પાલિકા ૨૨ કરોડ રૃપિયાનો ખર્ચ કરશે. ટુંકમાં સુરત પાલિકાએ ૧૭ વર્ષ પહેલાં ૨૧ કરોડના ખર્ચે બનાવેલા ઈન્ડોર સ્ટેડિયમને હવે ૨૨ કરોડ રૃપિયાના ખર્ચે રિનોવેશન કરવાની કામગીરી થઈ રહી છે. આગામી નવરાત્રી પહેલાં રીનોવેટેડ ઇન્ડોર સ્ટેડિયમનું લોકાર્પણ થાય તેવું આયોજન છે.

વેબદુનિયા પર વાંચો