રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમા મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી

સોમવાર, 27 જૂન 2016 (23:21 IST)
રાજકોટમા આજે ફરી એક વખત મેઘરાજાએ ઘમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરમાં બપોરે ૨:૩૦ વાગ્યે વાતાવરણમાં એકાએક પલ્ટો આવી ગયો છે. મેઘરાજાએ એન્ટ્રી મારી છે. રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે બે વાગ્યાની આસપાસ આકાશમાં ઘનઘોર વાદળો છવાઇ ગયા હતા. પવન પણ શાંત પડી ગયો હતો. થોડીવારમાં ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. બાદ જોર પકડયું હતું.

   વરસાદના આગમનથી રાજમાર્ગો ભીના બન્યા છે. ધીમીધારે શરૂ થયેલો વરસાદે જોર પકડયું છે, આ સિવાય અમરેલીના સાવરકુંડલા તાલુકાના વિજપડીમાં ધોધમાર અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. ચીખલી, વણોટ, દાધિયા સહીતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે. આ પહેલા સવારથી જ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની ફરી આગમન થયુ છે. રાજુલામાં અડધી કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજુલા તાલુકાના ઉચૈયા, વિક્ટર, ડુંગર, લુણસાપૂર સહીતના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ ખાબક્યો છે. આ સિવાય જામનગર, જૂનાગઢ, વલસાડમાં પણ વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોમાં ખુશીનું મોજૂં ફરી વળ્યું છે.

ગોંડલના દેરડીકુંભાજીમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, ગોંડલમાં ભારે વરસાદના કારણે વીજળી પડતાં 1 વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય જામનગર, વલસાડમાં પણ વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોમાં ખુશીનું મોજૂં ફરી

વેબદુનિયા પર વાંચો