નગરી હોસ્પિટલના આંખના પડદાની તકલીફવાળા દર્દીઓને સ્વીડનની રોઝ કંપનીનુ 1100 રૂપિયાનુ અવાસ્ટીન દવાનું ઈંજેક્શન અપાયુ હતુ. કીકીની બાજુના ભાગે અપાતા ઈંજ્કેશન બાદ સાજે દર્દીઓને આંખ અને માથામાં દુખાવો શરૂ થવા સાથે આંખમાંથી પાણી નીકળવા માંડ્યુ હતુ. દર્દીઓને જ્યારે આંખની પટ્ટી ખોલી ત્યારે તે આંખેથી દેખાવાનુ બંધ થયુ હતુ. આમ એકાએક દેખાવુ બંધ થતા ભારે ચિંતા સાથે દર્દીઓ નગરી હોસ્પિટલ પહોંચ્યા હતા.
નગરી હોસ્પિટલમાં એવાસ્ટીન ઈન્જેક્શનનો જત્થો બે દિવસ પહેલા જ મંગાવાયો હતો. મેડીકલ સૂત્રો એવુ પણ જણાવી રહ્યા છે કે આ ઈંજેક્શનનોને અમુક તાપમાનમાં રાખવા જરૂરી હોય છે. પણ કદાચ તે તાપમાન મુજબ દવાને રાખવામાં આવી નહી હોય તેવી શક્યતા છે. આંખમા લોહીની નસો સૂકાતી હોય એવા કિસ્સામાં આ દવાનો ઉપયોગ થતો હોવાનુ તબીબોએ જણાવ્ય હતુ. ટૂંકમાં દવામા કોઈક ગરબડ થવાની શક્યતાને લીધે જ આંખને ગંભીર ઈંફેક્શન થયાનુ પ્રાથમિક તારણ બહાર આવ્યુ.