મોદી અહેવાલનો ફાયદો ઉઠાવશે-તિસ્તા

વેબ દુનિયા

શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2008 (12:22 IST)
ગોધરાકાંડ બાદ ભડકેલી હિંસાના ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા માટે લડત ચલાવવામાં અગ્રણી ભૂમિકા અદા કરનાર સામાજિક કાર્યકર તિસ્તા શેતલવાડે આજે જણાવ્યું હતું કે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાવટી પંચનો રીપોર્ટ કોર્ટમાં રજુ કરીને અદાલતનો તિરસ્કાર કર્યો હતો.

તિસ્તાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કાયદાનાં શાસન અને તપાસ માટે અડચણો ઉભી કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે હાલનાં તબક્કે અહેવાલ જાહેર કરીને મોદીએ સુપ્રિમ કોર્ટનો પણ તિરસ્કાર કર્યો છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ પણ ગોધરા બનાવમાં તપાસ કરી રહી છે. આ તબક્કે અહેવાલ જાહેર કરી શકાય નહીં. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચુંટણીનાં હથિયાર તરીકે તેનો ઉપયોગ કરી રહયાં છે. સુપ્રિમ કોર્ટનાં આદેશથી અહેવાલનાં દુરપયોગથી નરેન્દ્ર મોદીને રોકાશે તેવી તેણે આશા વ્યક્ત કરી હતી.

આ અહેવાલમાં મોદીને ક્લીનચીટ આપવામાં આવી છે. તેમજ આગ કોઈ આકસ્મિક ન હતી કે પણ પૂર્વઆયોજીત કાવતરૂ હતું, તેમ જણાવ્યું હતું. દરમિયાન એલજેપીનાં વડા અને મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે નાણવટી પંચનો અહેવાલ વાંધાજનક છે. તેમનો પક્ષ પંચના અહેવાલ સાથે સહમત નથી. તેમણે દાવો કર્યો છે કે ગોધરાકાંડ રાજકીય હેતુ સિધ્ધ કરવા કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો