મોદીની સદ્દભાવના ૧૬૦ કરોડમાં પડી, ૧ર કરોડનું જમવાનું!: કોંગ્રેસ

બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (12:02 IST)
P.R


ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ પત્રકારોને જણાવ્યુન હતું કે ‘‘સદ્‌ભાવના શબ્દોીમાં નહીં પણ દિલ''માં હોવી જોઇએ. મુખ્યુમંત્રીએ કરેલા ત્રણ દિવસના કરેલા નાટકીય સદ્‌ભાવના ઉપવાસના આજે બે વર્ષ પછી એ રાજકીય નાટક સિવાય બીજુ કંઇ નહોતું. શ્રી મોદીએ ર૦૦રના તોફાનો વખતે સદ્‌‌ભાવના વ્યટકત કરી અને ત્યાંરે જ પસ્તાીવાના ભાગરૂપે ઉપવાસ કર્યા હોય તો આજે પણ જનમાનસમાં પોતાની ખરડાયેલી છબી સુધારી શકયા હોત.

શ્રી મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ર૦૦રના તોફાનો વખતે તેમના જ પક્ષના વડા પ્રધાનશ્રી અટલબિહારી બાજપાઇએ જયારે રાજ ધર્મ નિભાવવાનું કહ્યું ત્યા રે ખરેખર જો રાજધર્મ નિભાવ્યો્ હોત તો સદ્‌‌ભાવનાના રાજકીય નાટક ન કરવું પડયું હોત. અર્જુનભાઇ મોઢવાડીયા વધુમાં જણાવ્યુંટ હતું કે, મુખ્યામંત્રી સદ્‌‌ભાવના કાર્યક્રમની પાછળ ગુજરાતની પરસેવાના રૂ. ૧૬૦ કરોડ જેટલો જંગી ખર્ચો કર્યો. જો આ જંગી ખર્ચો ગુજરાત યુનિવર્સિટીના મેડીકલ તેમજ એન્જી નીયરમાં ભણતાં વિદ્યાર્થીઓ પાછળ કર્યો હોત તો ખરી સદ્‌ભાવના કહેવાત. ૭ર કલાકના ઉપવાસની જાહેરાત કરીને મુખ્યામંત્રીએ ફકત પ૪ કલાકમાં જ સદ્‌ભાવના આટોપી લીધી હતી.

કોંગ્રેસ પક્ષે તો સદ્‌‌ભાવનાની સામે સત્કાર્મ ઉપવાસ ૭૬ કલાકના એ પણ ફૂટપાથ બેસીને કરેલ હતા. જયારે મુખ્યતમંત્રીએ તો અદ્યતન અને સેવન સ્ટાકરના હોલમાં જેનું રોજનું ભાડુ રૂ. ૭ લાખ જેટલું થયું તેમજ જમવા સાથે રૂ. ૧ર કરોડ જેટલો જંગી ખર્ચો કરીને કરી હતી. આ ખર્ચાની ટોપી જનતાને જ પહેરાવી દીધી હતી.

મુખ્યદમંત્રીએ સદ્‌ભાવનાના કાર્યક્રમમાં સુરત અને નવસારી ખાતે ભાજપના જ કાર્યકરોને સરકારી ખર્ચે મુસ્લિમમ ટોપી તેમજ બુરખાઓ પહેરાવીને કર્યા હતા જયારે ખરી સદ્‌ભાવના તો માઇનોરીટીની સ્કોેલરશીપ જે કેન્દ્રે સરકારે આપી હતી તે ગુજરાતના માઇનોરીટીના બાળકોને આપી હોત તો ખરી સદ્‌્‌ભાવના કહેવાત પરંતુ ગુજરાતની ભાજપની સરકારતો તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં પણ તેઓ હારી ગયા છતાં પણ તેઓ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરીને ગુજરાતના મુસ્લિીમ, શીખ, પારસી, જૈન, ખ્રિસ્તીી ધર્મના ૭પ૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને અન્યા ય કર્યો હતો.

મુખ્યીમંત્રીએ પોતાના ભાષણમાં ૧પ૦૦૦ કરોડનું વન બંધુ પેકેજ ૧૧૦૦૦ કરોડનું સાગરખેડૂ પેકેજ અને ૧૩પ૦૦ કરોડનું શહેરી ગરીબોનું પેકેજ જાહેર કરીને મોટા મોટા બણ્ગાંર ફુકયા હતા. જયારે વાસ્તિવમાં એક પણ રૂપિયાની સહાય પણ આપવામાં આવી નથી. જયારે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે સોરઠ પેકેજ જાહેર કરેલ તેમાં પણ એક રૂપિયાની સહાા આપવામાં આવી નથી. આ ઉપરાંત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સદ્‌્‌ભાવના ઉપવાસના નામે સરકારી ખર્ચે કાર્યક્રમોમાં વિવિધ પ૦ હજાર કરોડના પેકેજો જાહેર કર્યા હતાં જેનો સરકારી ચોપડે કોઇ ઉલ્લેખ પણ નથી અને ગુજરાતની પ્રજાને ચૂંટણી વચનો આપી પ્રજાનો દ્રોહ કર્યો હતો અને મોદીનો ઉપવાસ અને પ્રજાનો ઉપહાસ જેવું સાબિત થયું હતું. જેને બરાબર બે વર્ષ આજે ગુજરાતની જનતાને શ્રી મોદીએ આપેલા જુઠા વચનોની સ્મૃુતિ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સાંજના ૪-૦૦ થી ૬-૦૦ કલાકે દરમ્યા‍ન ઇન્કંમટેક્ષ સર્કલ અમદાવાદ ખાતે ‘‘વચન સ્મૃેતિ'' કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમ શ્રી અર્જૂનભાઇએ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો