મોદીએ વડોદરામાં છોડેલી સીટ લડનારા રંજન ભટ્ટ કોણ છે જાણો

મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (15:21 IST)
જેમ જાદુગર પોતાની ટોપલીમાંથી સસલુ કાઢે તેવી રીતે પેટા ચૂંટણી માટે લોકસભાની સીટ પરથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયુ છે.  ભાજપ માટે અતિ મહત્વની ગણાતી વડોદરાની સીટ પર બાલુ શુક્લથી લઈને સમરજીત ગાયકવાદ સુધીના રાજકારણના માંધાઓના નામ ચર્ચામાં હતા. વડોદરા બહારના લોકો માટ રંજન ભટ્ટૅનુ નામ સાવ અજાણ્યુ હતુ. રંજન ભટ્ટ છેલ્લા 22 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને તે વડોદરા વિસ્તારમાંથી તેઓ 15 વર્ષથી કોર્પોરેટર મેયર પદે રહેલા રજન ભટ્ટ છાપ સ્વચ્છ રાજકારણીઓમાં આવે છે. રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણનો પવન ફુંકાઈ રહ્યો છે.  ત્યારે રંજન ભટ્ટને ટીકીટ આપી ભાજપ મહિલા મતબેંકને પોતાની તરફ કરી લેવામાંગે છે. જો કે વડોદરાની સીટ પર પાંચ લાખ કરતા વધુ મતોના માર્જીનથી ચૂટાયેલા નરેન્દ્ર મોદીને મેળવેલી રેકોર્ડ બ્રેક સરસાઈ રંજન ભટ્ટ જાળવી શકે છે કે નહી તે જોવુ રહ્યુ. 
 
 

વેબદુનિયા પર વાંચો