મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા 'મટકીફોડ' કાર્યક્રમ

કુ. પ્રિયંકા શાહ

શુક્રવાર, 22 ઑગસ્ટ 2008 (22:56 IST)
અમદાવાદમાં હાલમાં જ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા બાદ કોમી વૈમસ્ય ફેલાવવામાં આંતકવાદીઓ કેટલેક અંશે સફળ રહ્યા હતાં. આવા સમયે ઈસનપુરની એક શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ નંદ મહોત્સવ દરમ્યાન મટકી ફોડી કોમી એખલાસનું એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતું.

જ્યારે મણીનગરની હાયર સેકન્ડરી શાળાના 975થી વધારે વિદ્યાર્થીઓએ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અને ચંદ્રક મળવાની ઉજવણી કરી હતી.

ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો પછી ફેલાયેલી કોમી માનસિકતામાં વધારે ઘી હોમવાનુ કામ કરતા આંતકવાદીઓએ ઈસનપુરમાં આવેલી લોટસ શાળાના માસુમ વિદ્યાર્થીઓ પાસેથી બોદપાઠ લેવો જોઈએ. આ શાળામાં ભણતા અનેક જાતિના વિદ્યાર્થીઓએ મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરી પોતપોતાના ધર્મ અનુસાર કપડા પહેરીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ 'જય રણછોડ માખણ છોડ'ના નારાથી વાતાવરણ ગજવી મૂક્યુ હતું.

વેબદુનિયા પર વાંચો