મીની તરણેતર સમા મોટા યક્ષના લોક મેળાનો રવિવારથી પ્રારંભ

ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (17:55 IST)
આગામી ૧૪મીથી યોજાનારા કચ્છના મીની તરણેતર સમા મોટા યક્ષના લોક મેળામાં ૪ લાખ જેટલા સહેલાણીઓ ઉમટી પડશે. ચાર દિવસ યોજાનારા લોક મેળાને આખરી ઓપ અપાઈ ગયો છે. મેળાની તૈયારીઓના ભાગરૃપે આજરોજ સરપંચ અને મેળા સમિતિના કન્વીનર સહિતનાઓની ઉપસ્થિતિમાં બેઠક પણ મળી હતી જેમાં જરૃરી માર્ગદર્શન પુરૃ પાડવામાં આવ્યું હતું. 

રવિવારે સવારના ૧૦ વાગ્યે પૂજારી રતનભાઈ ભોવા તથા અન્ય રાજકીય-સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં લોક મેળો ખુલ્લો મુકવામાં આવશે. ત્યાર રાત્રે યક્ષદેવ તળેટી ખાતે નામી-અનામી કલાકારોની ઉપસ્થિતિમાં સંતવાણી યોજાશે. સોમવારે સવારે પેડી પૂજન, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો તેમજ રાત્રે પીપરી આશાપુરા મિત્ર મંડળ દ્વારા રામદેવજી મહારાજના જીવન ચરિત્ર્ય આખ્યાન અને મંગળવારે સવારે ૯.૩૦ કલાકે બખમલાખડાનું આયોજન કરવામાં આવ્યંુ છે. ૧૭ એકરમાં યોજાનારા લોક મેળામાં પ૭ર જેટલા નાના-મોટો પ્લોટો ફાળવવામાં આવ્યા છે જેમાં મનોરંજન, કટલેરી, ખાણી-પીણી, મીઠાઈ, પ્રસાદ સહિતના સ્ટોલો રાખવામાં આવ્યા છે તો પાણીના સ્ટેન્ડ અને આરોગ્ય કેમ્પો તથા એમ્બ્યુલન્સ, ફાઈરબ્રિગેડ અને એસ.ટી.બસની સુવિધા પણ રાખવામાં આવી છે. ડીવાયએસપી ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

સરપંચ ધનજીભાઈ મહેશ્વરી, ઉપસરપંચ મહિપતસિંહ જાડેજા અને તલાટી લાલજીભાઈ સિંધલ સહિતનાઓની ઉપસ્થિતિમાં લોક મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૃપે સાંયરા જુથ ગ્રામ પંચાયતની બેઠક મળી હતી જેમાં તમામ માહિતી પુરી પાડવામાં આવી હતી. પીવાના પાણી માટે પ૦ હજાર લીટરનો એક ટાંકો, મોટા યક્ષ તથા પ૦ હજાર લીટરનો અન્ય ટાંકો સાંયરા ગામે ઉપરાંત પાણીના ટેન્કર અને ચાર સ્ટેન્ડોની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો મેળાને મ્હાલી શકે તે માટે તંત્ર પણ સજ્જ બન્યું છે.

વેબદુનિયા પર વાંચો