મહાત્માની અસ્થીનુ અરબી સમુદ્રમાં વિર્સજન

ભાષા

બુધવાર, 30 જાન્યુઆરી 2008 (18:58 IST)
PTIPTI

મુંબઈ(ભાષા) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 60મી પુણ્યતિથીએ તેમના અસ્થી ફુલોને અરબી સમુદ્રમાં વિસર્જીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમના વંશજો, રાજકીય નેતા સહિત હજારો ગાંધીવાદી લોકો ઉપસ્થીત થયા હતા.

ત્યાગ, બલિદાન તથા સત્ય અને અહિંસાને વળગી રહેનારા 'બાપુ' એક સાચા તત્વ ચિંતક હતા. દેશને આઝાદી મળ્યાના માત્ર એક વર્ષ બાદ એટલે કે, 1948માં તેમની હત્યા થઈ હતી. ત્યારપછી તેમની અસ્થીઓને દેશભરની નદીઓ, મહાસાગરોમાં વિસર્જીત કરવામાં આવી હતી. આ અસ્થી કળશોનો છેલ્લો અંશ મણીભવનમાં રાખવામાં આવ્યો હતો.

મણીભવનમાં માન-સમ્માન સાથે સુરક્ષીત રીતે રખાયેલા મહાત્મા ગાંધીના અસ્થી કળશને આજે અરબી સમુદ્રમાં વિર્સજીત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીજીના વંશજો સહિત કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલ, મહારાષ્ટ્રના રાજ્યપાલ એસ એમ કૃષ્ણા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી આર આર પાટીલ સહિત અનેક ગાંધીવાદી લોકો ઉપસ્થીત રહ્યા હતા. દક્ષિણ મુંબઈના ગીરગાંવ ચૌપાટી પર મુંબઈ પોલીસે અસ્થી વિર્સજન પહેલા ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો.

ભુવનેશ્વ બેંકના લોકરમાં અસ્થી કળશ રખાયા હતા-
મણીભવનની દેખરેખ રાખતાં ટ્રસ્ટના પ્રમુખ ધીરુભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, પાછલા 60 વર્ષોમાં બે વખત ગાંધીજીના અસ્થી કળશ મળ્યા હતા. જે પૈકીનો પહેલો અસ્થી કળશ 1997માં ભુવનેશ્વરની બેંકમાંથી મળ્યો હતો. જેને અલ્હાબાદમાં વિસર્જીત કરવામાં આવ્યો હતો. મણીભવનમાં મુકાયેલા અસ્થી કુંભને ગુજરાતના ઉધોગપતિ જમનાલાલ બજાજના પૌત્ર ભારત નારાયણે આપ્યા હતા.

વેબદુનિયા પર વાંચો