મધુસુદન મિસ્ત્રીને જામીન મળ્યા

શુક્રવાર, 4 એપ્રિલ 2014 (11:26 IST)
W.D
કોંગ્રેસ પક્ષ દ્નારા પસંદગી પામેલા લોકસભાના ઉમેદવાર મધૂસુદન મિસ્ત્રી જેઓ વડોદરાથી નરેન્દ્ર મોદી સામે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેઓએ કેટલાક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી હતી. મધૂસૂદન મિસ્ત્રી અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીનાં પોસ્ટર ઉતારી રહ્યા હતા, જેથી પોલીસે આ કાર્યવાહી કરી હતી. જો કે પોલીસ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અને પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયુ હતુ. જેમાં મહિલા કાર્યકર્તાઓને પણ નાની-મોટી ઇજા પહોંચી છે.

મધૂસૂદન મિસ્ત્રીએ જણાવ્યુ કે ચૂંટણી પંચ અને પોલીસ મોદીની શેહમાં કામ કરે છે. જેથી અમારી સાથે ન્યાય થતો નથી. મિસ્ત્રીએ મોદીને તાનાશાહ ગણાવ્યા. બીજી તરફ મિસ્ત્રીની અટકાયતનાં વિરોધમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઘરણા પર ઉતરી ગયા હતા. અને તેમણે માંગ કરી હતી કે જ્યાં સુધી કોંગ્રેસ ઉમેદવારનાં પોસ્ટર લગાવવા દેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે.

મધુસુદન મિસ્ત્રીની અટકાયત બાદ જામીન પર છૂટકારો મળી ગયો હતો. તે સાથે 60 કાર્યકરોનો પણ જામીન પર છૂટકારો થયો હતો.ઉલ્લેખનીય છે કે પોલીસે મિસ્ત્રી તથા એમના ૩૭ સમર્થકોની ઈન્ડિયન પીનલ કોડની કલમો ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૮, ૪૨૭ હેઠળ તેમજ જાહેર મિલકત નુકસાન નિયંત્રણ કાયદાની કલમ હેઠળ ધરપકડ કરી હતી.

વેબદુનિયા પર વાંચો