ભાવનગરમાં ત્રણ હાથ વાળા એક શિશુનો જન્‍મ થતા ભારે કુતુહલ સર્જાયું

બુધવાર, 17 ડિસેમ્બર 2014 (14:14 IST)
ભાવનગરની હોસ્‍પિટલમાં ત્રણ હાથ વાળા એક શિશુનો જન્‍મ થતા ભારે કુતુહલ સર્જાયું છે. તબીબો આને શારીરિક ખોડ માની રહ્યા છે અને આગામી જ દિવસોમાં આ શિશુની સર્જરી કરી ત્રીજા હાથને દૂર કરવામાં આવશે. બીજી તરફ ત્રણ હાથ વાળા ૧૮ દિવસના શિશુને જોવા લોકો ઉમટી પડયા છે. તબીબ આલમમાં આ ઘટનાને પોલિમેલિયા નામની અજીબો ગરીબ સ્‍થિતિ કહેવામાં આવે છે. વિશ્વમાં અત્‍યાર સુધી આવા ત્રણ જ કિસ્‍સા બન્‍યા છે. જેમાં ગુજરાતનો આ કિસ્‍સો પણ છે.

   ગારીયાધાર વિસ્‍તારમાં રહેતી મહિલાએ લગ્નના સાત વર્ષ બાદ ર૪ નવે. ર૦૧૧ના રોજ ભાવનગરની ખાનગી હોસ્‍પિટલમાં શિશુને જન્‍મ આપ્‍યો હતો. પરંતુ જોકે, બાળક જન્‍મની ખુશી હોવાની જગ્‍યાએ માતા-પિતા અને તબીબોને એક આંચકો લાગ્‍યો હતો. કેમ કે શિશુ જનમ્‍યું હતું તેને ડાબી બાજુએ વધારાનો હાથ હતો. આમ બાળકને કુલ ત્રણ હાથ હતા. જેથી શિશુને તરત જ ભાવનગર સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યું હતું. જયાંથી તેને અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્‍યું છે.

   ૧૪ દિવસના શિશુને સિવિલના બાળસર્જરી વિભાગમાં હા દાખલ કરવામાં આવ્‍યું છે. આ અંગે ડો. રાકેશ જોષીએ જણાવ્‍યું હતું કે, હાલ શિશુના એકસરે, ઇકો કાર્ડીયો ગ્રાફી, સીટી એન્‍જીયોગ્રાફી જેવી તમામ તપાસ કરી દેવામાં આવી છે. શિશુને વધારાના હાથ (ત્રીજો હાથ) સિવાય પણ તકલીફો છે, જેમાં ડાબી બાજુ શુક્રપિંડ પેટમાં છે, ડાબી બાજુ કિડની નથી, તથા જમણી બાજુ પગમાં કલબ ફૂટ છે, પરંતુ તેને હાર્ટની કોઇ બીમારી નથી. તેથી તેની સર્જરી બુધવારના રોજ કરવામાં આવશે અને તેનો વધારાનો હાથ દૂર કરવામાં આવશે.

   આ અંગે સિવિલ હોસ્‍પિટલના સુપ્રિટેન્‍ડેન્‍ટ એમ.એમ. પ્રભારકે જણાવ્‍યું છે કે, બાળ સર્જરી વિભાગ અને ઓર્થોપેડિક વિભાગના સંયુકત તબીબો શિશુની સર્જરી (સારવાર) કરશે. શિશુના બે હાથમાંથી જે હાથ કામ નહીં કરતો હોય તે તપાસ કરી દૂર કરવામાં આવશે અને તેના કામ કરતા હાથને કોઇ જ નુકસાન ન થાય તેનું પણ ધ્‍યાન રાખવામાં આવશે. વિશ્વના આ પ્રકારના ત્રણ જ કિસ્‍સા છે. છેલ્લે વર્ષ ર૦૦૬માં ચીનના શાંઘાઇ શહેરમાંઆવો કિસ્‍સો નોંધાયો હતો.

વેબદુનિયા પર વાંચો