બોમ્બ વિસ્ફોટમાં ઘાયલનો આંકડો 212 પહોંચ્યો

વેબ દુનિયા

ગુરુવાર, 31 જુલાઈ 2008 (13:11 IST)
ગાંધીનગર. અમદાવાદમાં થયેલા બોમ્બ ધડાકામાં 51ના મોત થયાનું તથા 212 જેટલા ઇજાગ્રસ્તોએ સારવાર લીધી હોવાનું આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું છે. વધુમાં મૃતકોના પિરવારજનોને 84.50 લાખની સહાય ચુકવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારના પ્રવક્તા એવા આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, અમદાવામાં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકામાં અત્યાર સુધીમાં 51ના મોત થયા છે જ્યારે 212 જેટલા ઇજાગ્રસ્તોએ સારવાર લીધી છે. જેમાં હોસ્પિટલમાં 147 ઇન્ડોર પેશન્ટ છે, જ્યારે 65 આઉટડોર તરીકે સારવારમાં છે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 84.50 લાખ સહાય પેટે ચુકવવામાં આવ્યા છે. જેમાં મૃતકોના પરિવારોને રૂપિયા પાંચ પાંચ લાખ રાજ્ય સરકારે ચુકવ્યા છે. કેન્દ્ર સરકારની સહાય અલગ છે.

વેબદુનિયા પર વાંચો