બિભત્સ પત્રકાંડથી યુનિવર્સિટી અભડાઇ, હવન કરવાનું જણાવતા કુલપતિ

બુધવાર, 13 ઑગસ્ટ 2014 (14:05 IST)
યુનિવર્સિટીની જગ્યાને પવિત્ર કરવા માટે હવન કરવો પડશે. ગુજરાત યુનિવર્સિટીના બિભત્સ પત્રકાંડ મામલે કુલપતિ એમ.એન.પટેલે આ નિવેદન કરતા વિવાદ થયો છે. કુલપતિએ યુનિવર્સિટીમાં બની રહેલી છેડતીના બનાવો બાદ યુનિવર્સિટીની ભૂમિને પવિત્ર કરવા હવન કરવાનું જણાવ્યું.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું આ નિવેદન બળતામાં ઘી હોમવા સમાન છે. સમાજવિદ્યા ભવનના વિવાદીત બિભત્સ પત્રકાંડ બાદ યુનિવર્સિટીનું વાતાવરણ ડહોળાઈ ગયું છે.જેને લઈને યુનિવર્સિટીની ભૂમિને પવિત્ર કરવા હવન કરવો પડશે તેવું નિવેદન કુલપતિએ આપતા વિવાદ થયો છે. સરમણ ઝાલાના બિભત્સ પત્રકાંડ બાદ આજ ભવનના અર્થશાસ્ત્ર વિભાગના વડા પ્રદિપ પ્રજાપતિ સામે માનસિક ત્રાસની ફરિયાદ થઈ છે. પ્રોફેસર પ્રજાપતિની પૂર્વ વિદ્યાર્થીનીઓએ તેમની સામે શોષણ કર્યાનો અને ઓછા માક્ર્સ આપ્યાની ફરીયાદ કરી છે. 

યુનિવર્સિટીની ભૂમિને પવિત્ર કરવા જો કુલપતિ હવન કરી શકે તો આવા કિસ્સાઓ પાછળ સંડોવાયેલા લોકો સામે કેમ પગલા ભરવાની વાત નથી કરતા તે પણ એક સવાલ છે.હવન કરવાને બદલે કસુરવારો સામે કડક પગલા ભરવાની જરૂર છે.
 

વેબદુનિયા પર વાંચો