બાળસિંહને તેની માતા સાથે મેલાપ કરાવવા વનવિભાગ મહેનત કરી રહ્યા છે

શુક્રવાર, 29 એપ્રિલ 2016 (13:51 IST)
માતાથી બાળક અલગ થઇ જાય એકટે એકદમ દયામણું અને ભયભીત બની જાય છે. પછી ભલે એ બાળક જંગલા રાજા સિંહનું કેમ ના હોય. હાલમાં એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સિંહનું 3 માસનું બચ્ચું તેનાથી અલગ થઇ ગયું છે. આ બાળસિંહને તેની માતા સાથે મેલાપ કરાવવા માટે વનવિભાગના આઠ કર્મચારીઓ પાછલા 72 કલાકથી મહેનત કરી રહ્યા છે.

આ ઘટના છે ગુજરાતના અમેરેલીમાં આવેલા ખાંભાની પંથકના મોટા બારમાણ ગામની અહીંયા 3 માસનું સિંહ બાળ પોતાની માતાથી અલગ થઇ ગયું હતું. પાછલા ત્રણ દિવસથી પોતાની માતાથી અલગ પડી ગયેલા સિંહબાળને તેની માતા સાથે ફરી મળવવા માટે વન વિભાગ પાછલા 72 કલાકથી મહેનત કરી રહી છે. વનવિભાગની ટીમ બાળ સિંહની માતાનું લોકેશન ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરેતુ લોકેશન મળી રહ્યું નથી. હાલમાં બાળસિંહને વનવિભાગે પોતાની નિગરાનીમાં રાખ્યું છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. વનવિભાગે ઘટનાની ગંભીરતાને સમજીને આ બાળ સિંહને ફરીથી તેની માતા પાસે મોકલી આપવા માટે આઠ સદસ્યોની એક ટીમ બનાવી છે. હાલમાં આ આઠ કર્મચારીઓ બાળ સિંહની માતાનું લોકોશેન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો