ફરીવાર ઓકોટબરમાં સળંગ પાંચ રજાઓનું મિની વેકેશન આવી રહ્યું છે

શનિવાર, 23 ઑગસ્ટ 2014 (11:07 IST)
સરકારના કર્મચારીઓને રજા એટલે મજા પડી જતી હોય છે જેમાં આ વખતે બીજીવાર સળંગ રજાનો સંયોગ સર્જાયો રહયો છે. જન્માષ્ટમીના પર્વ સમયે તા. ૧૫,૧૬,૧૭ ની સળંગ રજાનો લાભ મળી ગયો હતો હવે ઓકોટબરમાં સળંગ પાંચ રજાનું મિની વેકેશનના યોગાનુંયોગ સંયોગ સર્જાય રહયો છે.

ગાંધીનગર સચિવાલયના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઓકોટોબરમાં એક સાથે જાહેર રજાઓનો સંયોગ સર્જાયો છે જેમાં તા. ૨જી ઓકોટોબર ને ગુરુવારના રોજ ગાંધીજયંતીની જાહેર રજા છે ત્યારબાદ તા ૩ જી ઓકટોબરને શુક્રવારના રોજ દશેરાની જાહેર રજા છે. જ્યારે શનિવારે એક દિવસની રજા મૂકે દેવામાં આવે અને રવિવારનો દિવસ તો રજાનો જ હોય છે, તા. ૬ઠ્ઠીને સોમવારના રોજ બકરીઈદની જાહેર રજા છે આમ એક સાથે પાંચ રજાનો સળંગ લાભ મળશે અને કર્મચારીઓ પોતાના પરિવારજનો સાથે બહારગામ હોલીડે મનાવવા જઈ શકશે ત્યારબાદ નવેમ્બર મહિનામાં તા. ૧લી, ૨ જી અને ૩ જી એમ સળંગ ત્રણ રજાઓનો યોગ સર્જાયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીઆરડી દ્વારા જાહેર રજાઓ માટે જે કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે તે મુજબ સળંગ રજાઓ આવતી હોવાને લીધે કર્મચારીઓને આ વખતે મજા પડી ગઈ હતી અને કર્મચારીઓ પોતાના પરિવારજનો સાથે બહારગામ જવાનું આગોતરૂં આયોજન કરી દીધું છે. સળંગ જાહેર રજાઓ આવતી હોવાને લીધે ટૂર સંચાલકો પણ ગેલમાં આવી ગયા છે.

વેબદુનિયા પર વાંચો