પોરંબદરમાં પણીના મુદ્દે ચક્કા જામ

બુધવાર, 15 જૂન 2016 (15:46 IST)
ઉનાળો પતવા આવ્યો છે ચોમાસુ દરવાજે દસ્તક આપી રહ્યું છે. પરંતુ હજી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. પાણીની માંગને લઇને મહિલાઓ શહેરોમાં નગરપાલિકાઓમાં રજૂઆત કરે છે પરંતુ તેમ છતા તેમની રજૂઆતને ધ્યાને લેવામાં નથી આવતી.

રાણા કંડોરણા ગામમાં પણ આવી જ પરિસ્થિતિ છે અહીં છેલ્લા 20 દિવસની પીવાનું પાણી નથી આપવામાં આવ્યું. મહિલાઓએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ તેમ છતા તંત્રે તેના પર ધ્યાન નહી આપતા મહિલાઓએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો