પૂર્વ આઇ.પી.એસ. ડી.જી.વણજારાના પુત્ર અર્જુનસિંહ વણજારા રૂ.75 હજારની લાંચના છટકામાં ઝડપાયા

બુધવાર, 6 જુલાઈ 2016 (07:44 IST)
વડોદરા પંથકની એક જમીનના પ્રશ્ને ફરિયાદીની ફેવર કરવા માટે રૂ.75 હજારની લાંચની માંગણી કરાતાં અને ફરિયાદીએ આ બાબતે વડોદરા એસીબી સમક્ષ ફરિયાદ કરતા વડોદરા એસીબીના મદદનીશ નિયામક પી.આર.ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસીબી પીઆઇ જી.ડી.પલસાણ અને તેમની ટીમે આબાદ ઝડપી લીધાનુ એસીબી સુત્રો જણાવે છે

   આ મામલે એસીબીએ વડોદરા ગ્રામ્‍યના નાયબ મામલદાર જસવતસિંહ દર્શનસિંહ હજુરીને પણ ઝડપી લેવામાં આવ્‍યા હતા.

   નવાઇની વાત એ છે કે ડી.જી.વણજારાના પુત્ર અર્જુનસિંહ 75 હજાર લાંચમાં ઝડપાયાના સમાચાર સોશ્‍યિલ મીડીયા પર વાયરલ થવા છતા એસીબીએ આ સમાચાર જાહેર કરવામાં અગમ્‍ય કારણો સર ભારે વિલબ કરતા અનેકવિધ ચર્ચાઓ ઉચ્‍ચ આઇપીએસ અને આઇએએસ વર્તુળોમાં ચાલી રહી છે

વેબદુનિયા પર વાંચો