નેનોના આગમનને લઇને ગુજરાતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાણંદ તાલુકાના છારોડી ગામ નજીક અંદાજે 1100 એકર જમીન ફાળવાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આખો દેશ ટાટાને આવકારવા તૈયાર હતો ત્યારે ગુજરાતે બાજી મારી છે. સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે, જે વિસ્તારમાં આ પ્રોજેક્ટ સ્થાપવાની વાત થઇ રહી છે એ વિસ્તારના લોકોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પંથકના ખેડૂતો જોઇએ એટલી જમીન આપવાની તૈયારી દાખવા રહ્યા છે.
સરકારી સુત્રોના જણાવ્યા મુજબ નેનોના આ પ્રોજેક્ટ માટે સાણંદ તાલુકાના છારોડી ગામ નજીક અંદાજે 1100 એકર જમીન ફાળવાશે. જે માટે જરૂરી કાર્યવાહી પણ થઇ ચુકી છે.