દેશમાં પ્રથમ અમરેલી જિલ્લો ઇ-ગ્રામ બન્યો

સોમવાર, 28 એપ્રિલ 2008 (18:08 IST)
અમરેલી. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લામાં આ વખતે 1લી મેના રોજ ગુજરાત દિવસની ઉજવણી રાજય સરકાર કરવા જઇ રહી છે, ત્યારે તે પહેલા જ અમરેલી જિલ્લાના તમામ 670 ગામોને ઇંટરનેટથી જોડીને આ જિલ્લાને દેશનો પ્રથમ ઇ-ગ્રામ જિલ્લો બનાવ્યો છે.

આ અંગે ગુજરાતના કૃષિમંત્રી દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના અમરેલી જિલ્લો દેશનોએ પહેલો જીલ્લો બની ગયો છે જ્યાં તમામ 670 ગામો ઈ-ગ્રામ કનેક્ટીવિટીથી જોડાયા છે.

રાજય કૃષિમંત્રી દિલીપ સાંઘાણી ગુજરાત વિધાનસભામાં અમરેલીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રેસ ટ્રસ્ટને જાણકારી આપી કે, અમરેલીમાં યોજાનારા 49માં ગુજરાત દિવસ મહોત્સવને ધ્યાનમાં રાખતા જીલ્લાના તમામ ગામોને બ્રોડબેંડથી જોડવામાં આવ્યા છે.

1 લી મેંના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેંન્દ્ર મોદીની વિશેષ હારજી રહેશે.

વેબદુનિયા પર વાંચો