દરેક દિકરીને ભણાવાશે - મોદી

વેબ દુનિયા

બુધવાર, 31 ડિસેમ્બર 2008 (12:49 IST)
P.R

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચીખલી ખાતે સ્વર્ણિમ ગુજરાતના સામુહિક સંકલ્પ લેવડાવતાં કહ્યું હતું કે, રાજ્યની તમામ દિકરીઓને ભણાવાશે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસની આ યાત્રામાં સમાજની અડધોઅડધ નારી શક્તિ-માતૃ શક્તિને ભાગીદાર બનાવવાનું કન્યા કેળવણીનું અભિયાન પણ સ્વર્ણિમ ગુજરાતનો જ સંકલ્પ છે અને 2010ની સુવર્ણ જ્યંતિના અવસરે ગુજરાતની એકએક દિકરી શિક્ષિત બનીને ગુજરાતની શોભા વધારે એવો સંકલ્પ પાર પાડવામાં સમાજનો સહયોગ મળી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વાસંદામાં સિકલસેલ સંશોધન આરોગ્ય કેન્દ્ર સ્થાપવાનો નિર્દેશ આપ્યો હતો.

નવુ વર્ષ જવાનો સાથે...
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2009નું નવું વર્ષ કચ્છના રણમાં પાકિસ્તાનની સીમા પર ફરજ બજાવતા ભારતીય સુરક્ષા દળના જવાનો સાથે ઉજવશે.

વેબદુનિયા પર વાંચો