દરિયામાં પ્રેમી પંખીડા ડુબ્યા

શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (14:51 IST)
ઉમરગામના દરિયા કિનારે એક પત્થર પર બેસીને એકાંતની પળો માણી રહેલા બે પ્રેમી પંખીડા એટલા તો પ્રેમમાં ગળા ડૂબ થઇ ગયા હતા કે, દરિયાનું વધતું પાણી પણ તેમને દેખાયું નહોતું. ઉમરગામના દરિયા કિનારે પુનમની ભરતી આવી હતી. જેમા બેદરકારીના લીધે બે પ્રેમીઓ દરિયામાં આવેલી ભરતીમાં ફસાઇ ગયા હતા. બે પ્રેમી પંખીડાઓ દરિયમાં અડધો કિમી દૂર પત્થર પર બિન્દાસ્ત થઇ ગયા હતા. આ પાણી વધી જતા બંને દરિયામાં ફસાય ગયા હતા. ગળા ડૂબ પાણીમાં ફસાયેલા આ પ્રેમ પંખીડાએ મદદ માટે પોકાર કરી હતી. આ પોકાર સાંભળની આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા પણ ઉંડા દરિયમાં જવું મુશ્કેલ હોવાથી લોકોએ દમણ કોસ્ટ ગાર્ડની મદદ લીધી હતી. જો કે હેલીકોપ્ટર આવે તે પહેલા જ સ્થાનિક માછીમારોએ રેસ્ક્યું કરીને આ બંને જણને બચાવી લીધા હતા. યુવતી વધારે દરિયાઇ પાણી પી જતા તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો