ડો.ભગવતી ઓઝા વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર

બુધવાર, 5 ઑક્ટોબર 2016 (13:30 IST)
વડોદરા શહેરના ૮૧ વર્ષના મહિલા ડોક્ટર ભગવતી ઓઝાને રાષ્ટ્રપતિના હસ્તે ગત ૧લી ઓક્ટોબરે વરિષ્ઠ નાગરિક એવોર્ડ મળ્યો હતો. છેલ્લા ૧૫ વર્ષમાં ડો.ભગવતી ઓઝાએ દોડ, સ્વિમિંગ અને સાયકલિંગની ઘણી સ્પર્ધામાં ભાગ લીધો અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ ૮૦ જેટલા મેડલ્સ જીત્યાં છે. રાષ્ટ્રપતિ એવોર્ડ માટે સમગ્ર રાજ્યમાંથી તેમની પસંદગી થઇ હતી. શહેરના ગાયનેક ડોક્ટર ભગવતીબેન ઓઝા ૮૧ વર્ષની ઉંમરે પણ દોડ, સ્વિમિંગ અને સાયક્લિંગની સ્પોર્ટ્સમાં ભાગ લે છે. છેલ્લા ૧૫ વર્ષથી તેઓ ઉપરોક્ત સ્પોર્ટ્સ એન્ડ એન્ડવેચરમાં પરોવાયેલા છે. કચ્છથી કોચીના ૨,૫૦૦ કિમી સહિત તેમને કુલ ૧૫ હજાર કિમી સાયક્લિંગ કર્યુ છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તેમને કુલ ૮૦ એવોર્ડ મળ્યાં છે. આ ઉપરાંત ૬૫ વર્ષની ઉંમરે તેમણે કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેના સાથે મિશન સદભાવનામાં પણ ભાગ લીધો હતો. આ સહિત અન્ય કેટલીક સિદ્ધિને કારણે ગત તા.૧લી ઓક્ટોબરે વરિષ્ઠ નાગરિક દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે ડો.ભગવતિ ઓઝાને વરિષ્ઠ નાગરિક એવોર્ડ અને ૨.૫ લાખનો પુરસ્કાર મળ્યો હતો. ડો.ભગવતી ઓઝા વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના (વીઆઇએમ) બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.  

વેબદુનિયા પર વાંચો