ડેન્ગ્યુનો તાવ આંખને નુકશાન કરી શકે છે.

ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (15:31 IST)
અા સીઝનમાં ઠેર ઠેર જોવા મળતો ડેન્ગ્યુનો તાવ ખતરનાક અને શરીરને નબળું પાડી દેતો રોગ છે. ખાસ મચ્છરને કારણે પેદા થતો અા રોગ માત્ર તાવ અને નબળાઈ પાડે છે. અત્યંત રેર કેસમાં એનાથી દ્રષ્ટિ પણ તી રહી શકે છે. એટલે જ તાવ અાવે ત્યારે ડેન્ગ્યુ છે કે નહીં એનું વહેલું નિદાન કરી લેવામાં અાવે એ જરૂરી છે.

દિલ્હીમાં અા વર્ષે ડેન્ગ્યુના ૨૮૦ કેસ નોંધાયા છે જેમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. ભારતમાં ડેન્ગ્યુને કારણે અાંખને થતા નુકસાન બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટ ડેટા નોંધાયો નથી, પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે પાંચથી છ ટકા દરદીઓની ડેન્ગ્યુને કારણે અાંખ નબળી પડે છે. હોસ્પિટલાઈઝ કરવામાં અાવેલા દરદીઓમાં અા રેશિયો ૧૬થી ૪૦ ટકા વચ્ચે હોય છે

વેબદુનિયા પર વાંચો