ઠંડીનું જોર વધે તેવી શકયતા

સોમવાર, 7 ડિસેમ્બર 2015 (16:57 IST)
સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ જોઈએ તેવી જમાવટ થતી નથી. ઠંડીનો એક રાઉન્ડ આવી ગયા બાદ હવે બીજો રાઉન્ડ ગુરૂવારથી શરૂ થાય તેવી સંભાવના હોવાનું હવામાન ખાતાના જાણકારો કહી રહ્યા છે. હાલ મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો જોવા મળે છે પરંતુ દિવસ દરમિયાન ઠંડી ગાયબ થઈ જાય છે અને તાપમાનનો પારો ઉંચે ચડે છે.
 
અરબી સમુદ્રમાં ઉપલા લેવલે ભેજનું મોટું આવરણ છવાયું છે અને તેની અસરના ભાગરૂપે માવઠાંની સંભાવના ઉભી થઈ હતી પરંતુ પવનની દિશા બદલાતા આ અસર ઘટી ગઈ છે. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન ૧૯.૩, ભાવનગરમાં ૧૭.૪, પોરબંદરમાં ૧૭.૫, વેરાવળમાં ૨૦.૧, દ્રારકામાં ૧૯.૨, ભૂજમાં ૧૬.૬, નલિયામાં ૧૨, સુરેન્દ્રનગરમાં ૧૭, કંડલામાં ૧૬.૫, અમરેલીમાં ૧૪.૬, મહુવામાં ૧૪.૩ ડિગ્રી નોંધાયું છે.
 
રાયના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૧૪.૫, ડિસામાં ૧૪.૮, વડોદરામાં ૧૬.૪, સુરતમાં ૧૮.૬, ઈડરમાં ૧૮.૪, ગાંધીનગરમાં ૧૨, વલસાડમાં ૧૩.૬ અને વિધાનગરમાં ૧૭.૬ ડિગ્રી નોંધાયું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. દ્રારકામાં ૮૧, ઓખામાં ૮૬, કંડલામાં ૮૦ ટકા ભેજ નોંધાયો છે

વેબદુનિયા પર વાંચો