ટ્રાફિક બ્રિગેડના કર્મીઓને ગુરુવાર સુધીમાં પગાર ચૂકવી આપવા હાઇકોર્ટે નો આદેશ

સોમવાર, 2 મે 2016 (23:42 IST)
અમદાવાદમાં ટ્રાફિકના સંચાલન માટે રખાયેલા ટ્રાફિક બ્રિગેડના કર્મીઓને ગુરુવાર સુધીમાં પગાર ચૂકવી આપવા હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ટ્રાફિક બ્રિગેડના કર્મીઓને પગાર નહીં મળતો હોવાના મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઇ છે. જેમાં અરજદારનો આક્ષેપ છે કે, ટ્રાફિક બ્રિગેડના જવાનોને લાંબા સમયથી પગાર તેમજ અન્ય સવલતો અપાતી નથી.

અમદાવાદમાં 625 સહિત આખા રાજ્યમાં કુલ 1400 જેટલા જવાનો ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે. આ તમામ જવાનોને છેલ્લા બે મહિનાથી પગાર, યુનિફોર્મ કે આઈકાર્ડ અપાયા નથી. જાહેર હિતની અરજીમાં દાવો કરાયો છે કે, પ્રશાસનનું આ પગલું લોકોના બંધારણીય અધિકારોનું હનન કરે છે. કોર્ટે આ મામલે સુનાવણી ગુરુવારના રોજ નિયત કરી છે.

વેબદુનિયા પર વાંચો