ટીકીટ વિતરણમાં સંઘ અને મોદીનું જ ચાલશે

ગુરુવાર, 9 જાન્યુઆરી 2014 (18:28 IST)
P.R
રાષ્ટ્રીય સ્વંયંસેવક સંઘ અને ટીમ નરેન્દ્ર મોદી ઉતરપ્રદેશની હાલની સ્થિતિથી ખુશ નથી. બુથ લેવલ સુધી પાર્ટીની સ્થિતિ સુધારવાને બદલે ટીકીટ મેળવવા અને અપાવવાના ખેલમાં લાગેલા લોકોની કારી આ વખતે ફાવશે નહી. ટીકીટ વિતરણમાં સંઘ અને મોદીનું જ ચાલશે. મોદીની ટીમ દ્વારા દરેક બેઠક પર સર્વે ચાલી રહયો છે. મોદીના કાર્યક્રમોની અસર તપાસતી ટીમ દ્વારા જે પ્રતિભાવ (ફીડબેક) આપવામાં આવ્યો છે તેનાથી સંઘ અને મોદી ચોંકી ગયાના વાવડ છે.

રન ફોર યુનીટી કાર્યક્રમની નિષ્ફ ળતાથી સંઘ અને ભાજપ ખુશ નથી. મોદીએ જે હેતુથી આ કાર્યક્રમ હાથ પર લીધેલ તેમાં નિરાશા મળી છે. આ કાર્યક્રમને બીનરાજકીય બનાવાયેલ પરંતુ તેને ભાજપની આંતરીક જુથબંધી અસર કરી ગઇ છે. ર૭ર નો જાદુઇ આંક આંબી ન શકાય તે માટે ભાજપના જ કેટલાક લોકો ટિકીટ વિતરણમાં ગડબડ કરવાની તૈયારીમાં લાગી ગયાનું માનવામાં આવે છે. સુત્રોનું કહેવું છે કે, અમુક બેઠકોને બાદ કરતા ખુદ પાર્ટી અધ્ય ક્ષ રાજનાથસિંહનું પણ બહુ ચાલશે નહી. સંગઠનમાં પ્રભાવક લોકોને અમુક બેઠકોમાં જ પસંદગી કરવાની છુટ અપાશે. આવી કેટલીક બેઠકોમાં જ સંઘ અને મોદી જોખમ લેશે.

આમ આદમી પાર્ટી તરફી પરીણામથી ભાજપ પર સ્વકચ્છગ પ્રતિભાઓને ટીકીટ આપવાનું દબાણ વધી રહયું છે. ‘આપ' પોતાના ઉમેદવાર જાહેર કરી પછી જ ભાજપ માર્ચમાં પોતાના ઉમેદવાર જાહેર કરવા માંગે છે. વર્તમાન સાંસદોમાંથી જેમની જીતવાની શકયતા છે તેમને ફરી ટીકીટ મળવાનું લગભગ નક્કી છે. આવી યાદી પ્રથમ તબક્કે જાહેર થઇ શકે છે. સર્વેના અહેવાલના આધારે ઉમેદવાર પસંદગીમાં કાળજી રખાશે.

યુપીના ભાજપના પ્રભારી અમીત શાહે પક્ષના નેતાઓને સાચા દિલથી સંગઠનનું કામ કરવા અનુરોધ કર્યો છે. યુપીમાં અમુકને બાદ કરતા ભાજપના મોટાભાગના આગેવાનો નિષ્ક્રી ય દેખાય છે.

વેબદુનિયા પર વાંચો