જૂનાગઢમાં કૃષિ મેળાનું મોદીના હસ્તે ઉદ્ધાટન

ભાષા

શુક્રવાર, 28 મે 2010 (10:03 IST)
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રથમ વખત કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારે ખેતીની ખેતપેદાશની નિકાસ ઉપર વેરો અને પરવાના પ્રથા લાદીને ખેડૂત અને ખેતી બરબાદ કરવાની અવળનીતિ સામે અવાજ ઉઠાવવા જૂનાગઢમાં કૃષિ મહોત્સવમાં આહ્વાન કર્યું હતું.

કપાસની નિકાસબંધી ઉઠાવી લેવાની કેન્દ્ર સરકારની જાહેરાત ખેડૂતોને છેતરવાનું જ પાપ કર્યું છે એમ સ્પષ્ટપણે જણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નિકાસબંધી ઉઠાવી નથી પરંતુ ભ્રષ્ટાચારના દરવાજા ખુલ્લા કરી ખેડૂતોને લૂંટનારી લાયસન્સ પદ્ધતિ દાખલ કરી દીધી છે જેણે ખેડૂતોને બહાલી તરફ ધકેલી દીધા છે.

અખાત્રીજથી શરૂ થયેલો સ્વર્ણિમ કૃષિ મહોત્સવ ગુજરાતના 18,000 ગામોમાં 225 કૃષિ રથના સથવારે આગળ વધી રહ્યો છે. ગુરૂવારે જૂનાગઢમાં આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા કૃષિ મેળાનું મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યું હતું. સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાંથી વિરાટ કિસાન શક્તિએ આ ખેડૂત સમ્મેલનમાં નરેન્દ્રભાઈ મોદીનો પ્રેરક સંદેશ ઝીલ્યો હતો.

વેબદુનિયા પર વાંચો