જુનાગઢ: ફાયરિંગ, સાળો-બનેવી ઘાયલ

બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (16:04 IST)

શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં લૂંટ, હત્યા ચોરી અને ફાયરિંગની ઘટના આમ જોવા મળે છે, ત્યારે જુનાગઢમાં વધુ એક ઘટના સામે આવી છે. જુનાગઢ શહેરના ઢાલ રોડ ઉપર 5 શખ્સોએ જૂની અદાવતના કારણે ફાયરિંગ કરતા બે શખ્સો ઘાયલ થયા હતા.


ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જુનાગઢના ઈ-મધ્યમાં આવેલ ઢાલ રોડ ઉપર મોડી રાત્રીના 5 વ્યકિતઓએ જૂની અદાવતનું ગુસ્સો રાખી 2 રાઉન્ડ ફાયરીંગ કરીને તોડફોડ કરી હતી. આ ઘટનામાં તોફીન અને સાજીદ ઘાયલ થયા હતા. જેમાં તોફીનને ગળાના ભાગે ગંભીર ઈજા પોહચી હતી. ખાનગી ફાયરિંગ થતાં લોકોએ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી 2 રાઉન્ડ ફાયરિંગ કરેલા કારતુસ કબજે કર્યા હતા. અને ફરિયાદીના આધારે આરોપી નોમીન ખાન , એઝાજ ખાન અને ધમો સહીત ના 5 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

જયારે ફાયરિંગની ઘટનાના ફરિયાદીનું કેહવું છે કે, રાત્રીના સમયે અમે લોકો બેઠા હતા, ત્યારે અચાનક બાઈક ઉપર 5 ઈસમો આવીને ધોકા પાઈપ અને પિસ્તોલ કાઢીને ફાઈરિંગ કર્યું હતું અને અમારી બાઈકની તોડફોડ કરી હતી. આ ઘટનામાં સાળો અને બનેવી બને ઘાયલ થયા હતા અને સ્થાનિક રેહવાસી પણ ઘટના થી રોષ જોવા મળ્યો હતો અને ન્યાય ની માંગણી કરી હતી

વેબદુનિયા પર વાંચો