ગુલબર્ગ હત્યાકેસના આરોપીઓને પેરોલ

ગુરુવાર, 14 જુલાઈ 2016 (11:04 IST)
અમદાવાદના ચકચારી ગુલબર્ગ સોસાયટી હત્યા કેસમાં સજા ભોગવી રહેલા પાંચ આરોપીઓના ગુજરાત હાઈકોર્ટે ૧૦ દિવસના પેરોલ મંજુર કર્યા છે. હાઈકોર્ટે નારણ સીતારામ ટાંક, ભરત તૈલી, દિનેશ શર્મા, બાબુ મારવાડી, લાખનસિંહ ચુડાસમાના પેરોલ મંજુર કર્યા હતા. આ તમામ દોષિતોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે, તેમને ટ્રાયલ કોર્ટે ફટકારેલ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરવા તેમજ વકિલ રોકવા તેમજ નાણાંકીય વ્યવસ્થા કરવા માટે પેરોલની જરુર છે. જેમની અરજીને માન્ય રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રાયલ કોર્ટે ગોધરા રમખાણ બાદ થયેલ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં ૨૩ વ્યક્તિઓને દોષિત જાહેર કર્યા હતા.
જે પૈકી કૈલાશ ધોબી સહિત ૧૧ને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ એક વ્યક્તિને ૧૦ વર્ષની કેદની સજા ફટકારાઈ હતી. જ્યારે બાકીના ૧૧ આરોપીઓને ૭-૭ વર્ષની જેલની સજા ફટકારાઈ હતી.

વેબદુનિયા પર વાંચો