ગુજરાત સરકારે સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો

ગુરુવાર, 7 એપ્રિલ 2011 (10:18 IST)
.
P.R
ગુજરાતે બુધવારે સાદિક જમાલ મેહતારની વર્ષ 2003માં પોલીસ મુઠભેડમાં થયેલ હત્યાની તપસ સીબીઆઈ પાસે કરાવવાની માંગવાળી દરખાસ્તનો વિરોધ કર્યો

ગુજરાત સરકારે ઉચ્ચ ન્યાયાલયને કહ્યુ કે આ પ્રકારના પગલા પોલીસ બળને નિરાશ કરી દેશે. જેમણે ઘણી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને અને પોતાનો જીવ જોખમમાં મુકીને પોતાના કર્તવ્યોનુ પાલન કર્યુ છે.

સરકારી અધિવક્તા પીકે જાનીએ ન્યાયમૂર્તિ એમઆર શાહની સામે આ પક્ષ મુક્યો જે સાદિકના ભાઈ શબ્બીર જમાલ મેહતારની મુઠભેડની સીબીઆઈ તપાસની માંગ કરનારી અરજી પર અંતિક સુનાવણી કરી રહ્યા હતા.

સાદિકને અમદાવાદ અપરાધ શાખાએ 13 જાન્યુઆરી 2003ના રોજ અહી નર્મદા ક્ષેત્રમાં ઠાર કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે સાદિક ખૂંખાર અપરાધી હતો અને તેના અંડરવર્લ્ડ સાથે સંબંધ હતા.

વેબદુનિયા પર વાંચો