ગુજરાત સરકારે જવાબ રજુ ના કરતા કોર્પોરેશનોની ચૂંટણી પર સ્ટે લંબાયો

સોમવાર, 28 સપ્ટેમ્બર 2015 (16:22 IST)
ગુજરાતમાં કોર્પોરેશન સહિત અન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અંગે સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે વધુ 24 નવેમ્બર સુધી લંબાયો છે. એક વોર્ડમાં એક ઉમેદવારને લઈને સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના વડોદરાના નેતા નરેશ રાવતે મતદાર સામંતસિંહ દ્વારા પીટીશન હતી. આ પીટીશન પછી સુપ્રીમ કોર્તે 4 સપ્ટેમ્બરે સ્થાનિક ચૂંટણીઓ પર સ્ટે મુક્યો હતો. જસ્ટીસ ચેલામેશ્વરમ અને જસ્ટીસ અભય સપ્રેએ ગુજરાત સરકારને પીટીશન અંગે જવાબ રજુ કરવા જણાવ્યુ હતુ.  
 
જો કે આજે 28 સપ્ટેમ્બરે ગુજરાત સરકાર જવાબ આ આપતા આ પીટીશનની આખરી સુનાવણી 24 નવેમ્બરે રાખવામાં આવી હતી. જેના કારણે ચૂંટણીઓ પરનો સ્ટે લંબાયો હતો. ગુજરાત સરકારે સોમવારે થયેલ સુનાવણીમાં પોતાનો જવાબ રજુ કરવા વધુ 25 દિવસનો સમય માંગ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો