ગુજરાત સરકારે ખેલાડીઓનુ આ તે કેવુ સન્માન કર્યુ !!!

સોમવાર, 4 એપ્રિલ 2011 (16:47 IST)
આમ તો સરકાર ગુજરાત સરકાર અન્ય બાબતે નંબર વન હોવાનો દાવો કરે છે, પરંતુ વર્લ્ડકપમાં ભારતને ગૌરવ અપાવનાર બે ગુજરાતી ક્રિકેટરો વડોદરાના યુસુફ પઠાણ અને ભરૂચના મુનાફ પટેલને ગુજરાત સરકારે એકલવ્ય એવોર્ડ તથા એક લાખ આપવાની જાહેરાત કરી છે.

બીજા રાજ્યો આપણા કરતાં વધુ દરિયાદિલ નીકળ્યા. દિલ્હી સરકારે તેમના ખેલાડીઓને એક-એક કરોડ તથા કપ્તાન ધોનીને બે કરોડ સાથે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ, કેરલ વગેરે રાજ્યોએ એક કરોડ તથા અન્ય ઈનામની જાહેરાત કરી છે.

જ્યારે ગુજરાત સરકારે માત્ર ઔપચારિકતા જાળવવા ખાતર જ એવોર્ડ આપતી હોય તેમ માત્ર એક લાખ આપવાની જાહેરાત કરી ખેલાડીઓની મજાક ઉડાવી રહી હોય એમ ચર્ચાઈ રહ્યું છે. વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમના બે ગુજરાતી ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ તથા એક લાખ આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાતાં ક્રિકેટપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

વેબદુનિયા પર વાંચો