ગુજરાત સરકારમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓ માટે આનંદના સમાચાર

શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (13:02 IST)
રાજ્ય સરકારમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. હાઈકોર્ટે પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓનો પગાર વધારાનો આદેશ કર્યો હતો.

રાજ્ય સરકારમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓનો પગાર વધશે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચરીઓના પગારમાં વધારો કરવા આદેશ કર્યો છે. લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન ચુકવવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો. જેમાં લઘુત્તમ વેતન કરતા પણ ઓછું વેતન ચુકવવાના રાજ્ય સરકારના નિર્ણયને કોર્ટે વખોડી કાઢયો હતો. અને પગાર વધારવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની અરજીને ફગાવી હતી. એક જાહેર હિતની અરજીના પગલે કોર્ટે સરકારના વિભાગોને નોટિસ પાઠવી હતી અને ખુલાસો કરવા આદેશ કર્યો હતો. પ્રાથમિક સુનાવણી દરમિયાન કોર્ટે ટાંક્યુ હતું કે, લઘુત્તમ વેતનથી પણ ઓછા નાણા ચૂકવીને રાજ્ય સરકાર લોકોનું શોષણ કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો